Python Ate Grandmother Alive: એક 22 ફુટ લાંબા અજગરે 54 વર્ષિય વૃદ્ધ મહિલાને જીવતો ગળી ગયો હતો. જે બાદ આખા ગામમાં ડરનો માહોલ ફેલાયો હતો. સોશિલ મીડિયા પર આ કિસ્સો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
VIRAL NEWS: મોટા ભાગે આપે ફિલ્મો અથવા વાર્તાઓમાં સાંભળ્યું હશે કે, અજગર કોઈ માણસને જીવતો ગળી ગયો હોય, પણ વિચારો કે આવું હકીકતમાં બને તો, ઈંડોનેશિયામાં કંઈક આવું જ થયું છે. જ્યાં એક 22 ફુટ લાંબા અજગરે 54 વર્ષિય વૃદ્ધ મહિલાને જીવતો ગળી ગયો હતો. જે બાદ આખા ગામમાં ડરનો માહોલ ફેલાયો હતો. સોશિલ મીડિયા પર આ કિસ્સો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જાણીને સૌ કોઈના પગ તળેથી જમીન સરકી રહી છે.
ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, 54 વર્ષિય મહિલા જંગલમાં રબર વીણવા માટે ગઈ હતી. જે બાદ તે પાછી આવી નહોતી. લગભગ 2 દિવસથી ગુમ મહિલાને જ્યારે સ્થાનિક લોકોએ શોધવાનું શરુ કર્યું તો, તેમને એક 22 ફુટ લાંબા અજગર દેખાયો, જેનું પેટ ફુલાયેલું હતું. શંકાના આધારે તેનું પેટ ફાડીને જોયું તો, મહિલાના શરીરના અપાચ્ય અંગો મળી આવ્યા હતા. જેની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર હવાની માફક વાયરલ થઈ રહ્યા છે. તસ્વીર અને વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ચોંકી ગયા હતા.
આ અગાઉ વર્ષ 2017માં પશ્ચિમ સુલાવેસી દ્વીપ પર એક અજગરે એક શખ્સને જીવતો ગળી ગયો હતો, જે બાદ અજગરનું પેટ ફાડવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, ઈંડોનેશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય ભાગમાં અજગર મોટી સંખ્યામાં મળી આવે છે. આ અજગર શિકારને પહેલા ધારદાર દાંતથી પકડે છએ અને બાદમાં તેને ગળી જતાં પહેલા મોતને ઘાટ ઉતારી દે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર