Home /News /national-international /આ સ્થાને જમીનમાં દારૂ નાખ્યા પછી જ ઉભું કરવામાં આવે છે રાવણનું પૂતળુ, જાણો કેમ

આ સ્થાને જમીનમાં દારૂ નાખ્યા પછી જ ઉભું કરવામાં આવે છે રાવણનું પૂતળુ, જાણો કેમ

આ વખતે રાવણ જે રથ પર સવાર થઈને આવશે તેના પર કોરોના પણ લખેલું હશે

આ વખતે રાવણ જે રથ પર સવાર થઈને આવશે તેના પર કોરોના પણ લખેલું હશે

    ઉમેશ શ્રીવાસ્તવ, મેરઠ : દેશભરમાં હર્ષોલ્લાસ સાથે રાવણ દહનનો (Dussehra Festival) કાર્યક્રમ યોજાય છે. જોકે રાવણનું સાસરીયું ગણાતા મેરઠમાં કેટલાક લોકો રાવણના પૂતળા દહનને જોવું અશુભ માને છે. માન્યતાઓ પ્રમાણે જે મંદિરમાં ક્યારેક મેરઠની પુત્રી ગણાતી મયદાનવની પુત્રી મંદોદરી પૂજા કરવા માટે આવતી હતી. તે મંદિરના પૂજારીનું કહેવું છે કે રાવણને તો મેરઠનો જમાઇ માનવામાં આવે છે. આવામાં પ્રખંડ વિદ્વાનનું પૂતળા દહન કેવી રીતે જોઈ શકીએ.

    મેરઠના ભૈસાલી ગ્રાઉન્ડમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા દહન માટે- તૈયાર છે. એક તરફ પંડિત રાવણને ગુરુ અને જમાઈ ગણાવે છે તો બીજી તરફ મેરઠમાં તે સ્થાને રાવણનું પૂતળા દહન કરવામાં આવશે, જ્યાં એકસમયે મંદોદરી તળાવમાં સ્નાન કરવા માટે આવતી હતી. માન્યતા છે કે આ સ્થાન પર રાવણ અને મંદોદરીની પ્રથમ મુલાકાત થઈ હતી. આ મેદાનની પણ અજીબ માન્યતા છે. કહેવામાં આવે છે કે આ સ્થાન પર રાવણનું પૂતળું ઉભું કરવામાં આવે છે તો ખાડામાં બે ટીપા દારુ નાખવામાં આવે છે. જો બે ટીપા દારુ ખાડામાં નાખવામાં ન આવે તો પૂતળુ ઉભું રહેતું નથી અને પડી જાય છે.
    " isDesktop="true" id="1039201" >

    આ પણ વાંચો - IPL 2020: શું એમએસ ધોની IPLમાંથી નિવૃત્તિ લેવાનો છે! આ તસવીર આપી રહી છે સંકેત

    આ માન્યતાઓ વચ્ચે રાવણના સાસરીયા મેરઠમાં ભવ્ય અને હાઇટેક રામલીલા મંચની તૈયારી પુરી થઈ ગઈ છે. આ વખતે રાવણ જે રથ પર સવાર થઈને આવશે તેના પર કોરોના પણ લખેલું હશે. રામલીલા કમિટીના સભ્યોનું કહેવું છે કે આ વખતે રાવણ દહન સાથે કોરોનાનો પણ સંહાર થશે.
    First published:

    विज्ञापन