Home /News /national-international /

અમેરિકા બાદ રશિયાએ પણ 20 વર્ષ જૂની આકાશી સંધીને આપ્યું પૂર્ણ વિરામ

અમેરિકા બાદ રશિયાએ પણ 20 વર્ષ જૂની આકાશી સંધીને આપ્યું પૂર્ણ વિરામ

નવી દિલ્લી:   અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 16 જૂનના જીનીવામાં મળશે. રશિયાએ લગભગ એક સપ્તાહ પહેલા મુક્ત આકાશ સંધિ તોડતા અમેરિકાને તેના કડક વલણનો સંકેત આપ્યો હતો. અમેરિકા પહેલાથી જ આ સંધિથી અલગ થઈ ગયું છે. ત્યારે રશિયાનું પણ આ સંધિમાંથી અલગ થવાથી જોખમ ઊભુ થઈ શકે છે.

રશિયાએ અમેરિકા પર મુક્યો આરોપ

અમેરિકા સંધિથી અલગ થયા બાદ રશિયા પણ આ સંધિથી અલગ થવાનું વિચારી રહ્યું હતું. વર્ષની શરૂઆતમાં જ રશિયા વિદેશ મંત્રાલયે અમેરિકાનું નામ આપતા કહ્યું કે સંતુલન રાખવા માટે તે પણ આ સંધિથી અલગ થઈ શકે છે.

અમેરિકા શા માટે સંધિથી અલગ થયું

અમેરિકાએ મે 2020માં સંધિ તોડતા રશિયા પર આરોપ મુક્યો હતો કે તે સંધિના નામ પર ટોહ લેવાની કોશિશ કરી રહ્યું હતું. વર્ષ 2017માં રશિયા વિમાને ગોલ્ફ કોર્સમાં ઉડાન ભરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા હતા. આ વાત જણાવીને અમેરિકા આ સંધિથી અલગ થયું હતું. આ બે મજબૂત દેશ સંધિથી બહાર થતા જોખમ અથવા શીતયુદ્ધ થવાની અટકળો કરવામાં આવી રહી છે.

open skies treaty russia and america withdrawal

સંધિ માટે ક્યારે વાત કરવામાં આવી હતી

અંદાજે 18 વર્ષ પહેલા આ વ્યવસ્થા સભ્ય દેશો વચ્ચે વિશ્વાસ વધારવા અને સંઘર્ષ દૂર કરવા માટે શરૂ કરવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડી.આઈજનહાવરે(Dwight Eisenhower) પહેલી વાર જુલાઈ 1955માં મુક્ત આકાશ સંધિ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ઉદ્દેશ્ય

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને તાત્કાલિક સોવિયેત યુનિયમ એકબીજાના ક્ષેત્રમાં ટોહી ઉડાનને મંજૂરી આપવામાં આવે. તે સમયે સંધિ માટે કંઈ ખાસ કરવામાં આવ્યું હતું, તે બાદ મે 1989માં રાષ્ટ્રપતિ જૉર્જ એચ. ડબલ્યૂ. બુશે ફરી પ્રસ્તાવ રજૂ કર્યો. તે બાદ નાટો દેશ વચ્ચે ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ ફેબ્રુઆરી 1990માં વારશૉ પેક્ટ લાગુ થયો.

સૈન્ય ગતિવિધિ પારદર્શિતાને પ્રોત્સાહન આપવું

કેટલાક દેશોએ 24 માર્ચ 1992ના રોજ સંધિ પર હસ્તાક્ષર કર્યા, પરંતુ માસ્કોએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. 1 જાન્યુઆરી 2002માં રશિયાએ પણ મુક્ત આકાશ સંધિ પર હસ્તાક્ષર કર્યા બાદ આ સંધિ લાગુ થઈ. સંધિ પર અત્યાર સુધીમાં 34 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. કિર્ગિસ્તાન સંધિ પર હસ્તાક્ષર કરનાર 35મો દેશ છે, પરંતુ તેણે હજુ સુધી આ બાબતની પુષ્ટી કરી નથી. મુકત આકાશ સંધિ હેઠળ 1,500થી અધિક ઉડાનોનું સંચાલન કર્યું છે.

open skies treaty russia and america withdrawal

એકબીજા પર નજર રાખી શકતા નથી

આર્મ્સ કંટ્રોલ એસોસિએસનના રિપોર્ટ અનુસાર આ ઉડાનોનો હેતુ સૈન્ય ગતિવિધિઓની પારદર્શિતા વધારવાનો છે. સંધિ હેઠળ હથિયારોના નિયંત્રણ અને અન્ય સમજૂતીઓ પર નજર રાખવાની છે. સંધિમાં તમામ દેશ તેમના ક્ષેત્રોની ઉડાનો માટે ઉપલબ્ધ કરાવવા માટે સહમત છે. રશિયાએ અત્યાર સુધી કેટલાક ક્ષેત્રોમાં ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ટોહી વિમાનના સેંસરથી સજ્જ હોવું અનિવાર્ય

સંધિની શરતો અનુસાર નિગરાની વિમાન સેંસરથી સજ્જ હોવું જોઈએ જે આર્ટિલરી, લડાકૂ વિમાન અને બખ્તરબંધ લડાકૂ વાહનો જેવા મહત્વપૂર્ણ સૈન્ય ઉપકરણોને ઓળખવાની નિગરાની દળને ક્ષમતાની સુવિધા આપી શકે છે. સેટેલાઈટ્સ દ્વારા અનેક વિસ્તૃત જાણકારી સરળતાથી મેળવી શકાય છે. તેમ છતાં, સંધિ કરવામાં આવી કારણ કે, તમામ સભ્ય દેશો પાસે સેટેલાઈટ્સથી નજર રાખવાની ક્ષમતા નથી.

અમેરિકા અને રશિયા સંધિથી થયા અલગ

ઓપન સ્કાય ટ્રીટીથી અમેરિકા અને રશિયા અલગ થયા છે. જેના પરથી કહી શકાય કે બંને દેશો વચ્ચે ફરીથી તણાવ સર્જાઈ શકે છે. વર્ષ 2019માં બંને દેશોએ વધુ એક સંધિ તોડી છે. ઇન્ટરમીડિએટ રેન્જ ન્યુક્લિઅર ફોર્સીસ (INF) નામની સંધિ વર્ષ 1987માં બંને દેશો વચ્ચે થયેલ મહત્વનો કરાર ગણાતી હતી. આ સંધિ હેઠળ બંને દેશોએ મધ્યમ અંતરના ઘાતક હથિયારો નષ્ટ કરવાનો કરાર કર્યો હતો, જેથી હથિયારોની હોડ રોકી શકાય છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Russia, અમેરિકા, રશિયા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन