Vladimir Putin Become Father Soon: એલિના કાબેવા જિમ્નાસ્ટ રહી ચૂકી છે. 2004માં એથેન્સ ગેમ્સમાં તેમના શાનદાર જિમ્નેસ્ટિક્સ માટે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તે તેના દેશમાં આ રમત માટે જાણીતી છે. ઘણા અખબારોએ દાવો કર્યો છે કે એલિના પુતિનની ગર્લફ્રેન્ડ છે. જોકે, પુતિને ક્યારેય જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો નથી.
યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) ચારે તરફ ટીકા થઈ રહી છે. દુનિયા તેમને સરમુખત્યાર માની રહી છે. દરમિયાન એવા સમાચાર છે કે વ્લાદિમીર પુતિન 70 વર્ષની ઉંમરે ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યા છે. પુતિનની 38 વર્ષીય સિક્રેટ ગર્લફ્રેન્ડ એલિના કાબેવા (Alina Kabaeva) ફરી એકવાર ગર્ભવતી છે. ડેઈલી મેલના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ આનાથી ઘણા નારાજ છે.
પુતિન આ વર્ષે ઓક્ટોબરમાં 70 વર્ષના થવા જઈ રહ્યા છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક જિમનાસ્ટ એલિનાથી તેને પહેલાથી જ બે બાળકો છે. પુતિનને પ્રથમ લગ્નથી બે પુત્રીઓ છે. આવી સ્થિતિમાં પુતિન વધુ બાળકો ઈચ્છતા નથી. આ જ કારણ છે કે આ સમાચાર પછી તે આશ્ચર્યચકિત છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે પુતિન થોડા દિવસોમાં કેન્સરનું ઓપરેશન કરાવવાના છે.
રશિયન ન્યૂઝ ચેનલ જનરલ એસવીઆર ટેલિગ્રામ અનુસાર, એલિના ફરીથી ગર્ભવતી છે. જ્યારે પુતિનને જાણ કરવામાં આવી હતી કે અલિના ગર્ભવતી છે, ત્યારે તે લાલ સ્ક્વેર ખાતે રશિયાના વિજય દિવસની પરેડની તૈયારી કરી રહ્યા હતા. રશિયન ચેનલે કહ્યું, 'પુતિનને માહિતી મળી છે કે તેની ગર્લફ્રેન્ડ ફરી એકવાર ગર્ભવતી છે અને એવું લાગે છે કે તે પ્લાન મુજબ નથી ચાલી રહ્યું.' તમને જણાવી દઈએ કે વ્લાદિમીર પુતિન અને અલિના કાબેવાના પહેલાથી જ બે પુત્રો છે. અલિનાએ વર્ષ 2015માં પ્રથમ પુત્ર અને વર્ષ 2019માં બીજા પુત્રને જન્મ આપ્યો હતો.
અલિના એક રશિયન રાજકારણી, મીડિયા મેનેજર અને નિવૃત્ત રિધમિક જિમ્નાસ્ટ છે. અલિનાને તેની કારકિર્દીમાં 2 ઓલિમ્પિક મેડલ, 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 21 યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ જીતીને અત્યાર સુધીની સૌથી સફળ જિમ્નેસ્ટિક્સ ખેલાડીઓમાંની એક ગણવામાં આવે છે. ધ ગાર્ડિયન જેવા અનેક અખબારોએ દાવો કર્યો છે કે એલિના પુતિનની ગર્લફ્રેન્ડ છે. જોકે, પુતિને ક્યારેય જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો નથી. એલિના ભાગ્યે જ જાહેર સ્થળોએ જોવા મળે છે, તે છેલ્લે ડિસેમ્બર 2021માં મોસ્કોમાં ડિવાઇન ગ્રેસ રિધમિક જિમ્નેસ્ટિક્સ ટુર્નામેન્ટમાં ડાન્સ કરતી જોવા મળી હતી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર