Home /News /national-international /Russia-Ukraine War : પુતિન પોતાના પરિવારને દેશની બહાર નીકળવા નથી દેતા, આ વાતનો છે ડર!

Russia-Ukraine War : પુતિન પોતાના પરિવારને દેશની બહાર નીકળવા નથી દેતા, આ વાતનો છે ડર!

પુતિને પોતાની દિકરીઓને વિદેશ જવાની મનાઇ ફરમાવી દીધી છે.

Vladimir Putin Daughters: વ્લાદિમીર પુતિનની એક દિકરી કેન્સિયા સોબચાકોએ પિતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તે યુદ્ધ માટે પુતિનને દોષી ઠેરવી રહી છે. રિપોર્ટ અનુસાર 40 વર્ષીય કેન્સિયા સોબચાકો પોતાના પિતાથી નારાજ થઈને દેશ છોડીને ચાલી ગઈ છે.

વધુ જુઓ ...
  રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે (Russia-Ukraine War). યુક્રેન બરબાદ થઈ રહ્યું છે, રશિયાને પણ ઘણું બધુ સહન કરવું પડી રહ્યું છે. આ યુદ્ધની ઘોષણાથી, રશિયાને મોટાભાગના દેશોના આર્થિક અને રાજકીય પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે. હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેનો પરિવાર છૂટવાનો ડરી સતાવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, પુતિને તેની મોટી પુત્રી ડો. મારિયા વોરોન્તસોવાને તેના જન્મદિવસ પર વિદેશ પ્રવાસ પર રોક લગાવી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પુતિનને ડર છે કે જો તેમની પુત્રી ક્યાંય બહાર જશે તો તે રશિયા પરત નહીં ફરે.

  મોસ્કો ન્યૂઝમાં છપાયેલા અહેવાલ મુજબ, આવતા અઠવાડિયે, મારિયા તેના 37માં જન્મદિવસની ઉજવણી માટે મૈત્રીપૂર્ણ દેશમાં બીચ વેકેશન પર જવા માંગે છે. મારિયાએ તેના પાર્ટનર યેવજેની નાગોર્ની સાથે રોમેન્ટિક વેકેશનનું આયોજન કર્યું હતું. તે હાલમાં 33 વર્ષીય યેવજેની સાથે રિલેશનમાં છે, પરંતુ પિતા પુતિને મારિયાની સલામતીને ટાંકીને તેમની યોજનાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. ડેઈલી મેલે આ જ મુદ્દા પર એક સ્ટોરી પ્રકાશિત કરી છે. ડેઈલી મેલે દાવો કર્યો છે કે આ રજા બાદ મારિયાનો રશિયા પરત ફરવાનો કોઈ ઈરાદો નહોતો. તેનો ઇરાદો બીજા દેશમાં સ્થાયી થવાનો હતો.

  આ પણ વાંચો -Modi-Johnson Meet: બ્રિટનનાં PM આજે PM મોદી સાથે કરશે મુલાકાત, રશિયા-યૂક્રેન યુદ્ધ પર થઇ શકે વાતચીત

  પુતિને 1983માં ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે લગ્ન કર્યા હતા


  તમને જણાવી દઈએ કે વ્લાદિમીર પુતિને વર્ષ 1983માં ફ્લાઈટ એટેન્ડન્ટ લ્યુડમિલા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે. મોટી દીકરીનું નામ ડૉ. મારિયા વોરોન્ટોવા છે. નાની પુત્રીનું નામ કેટેરીના ટીખોનોવા છે. પુતિન અને લ્યુડમિલા 30 વર્ષ સુધી સાથે રહ્યા બાદ 2013માં અલગ થઈ ગયા.

  મારિયા ડૉક્ટર છે, ક્રેમલિનમાં કામ કરે છે


  મારિયાનો જન્મ 1985માં થયો હતો. મારિયાએ સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો, ત્યારબાદ મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી. તે રશિયાના જિનેટિક રિસર્ચ પ્રોગ્રામનું પણ નેતૃત્વ કરે છે. હાલમાં તે ક્રેમલિન એટલે કે રશિયન રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરે છે.

  આ પણ વાંચો -5-12 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશન જલ્દી, સરકારી પેનલે કોર્બેવેક્સ વેક્સીનના ઉપયોગની આપી મંજૂરી

  જો કે, તેઓ સત્તાવાર રીતે રશિયાના આરોગ્ય મંત્રાલયના એન્ડોક્રિનોલોજી વિભાગના નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના મુખ્ય સંશોધક છે. 2008 માં, મારિયાએ નેધરલેન્ડના બિઝનેસમેન જોરીટ જૂસ્ટ ફાસેન સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર પણ છે. જોરીટના પિતા નાટો કર્નલ હતા. તાજેતરમાં, મારિયા અને જોરીટના છૂટાછેડા થયા.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Russia and Ukraine War, Russia news, Ukraine crisis, Vladimir putin

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन