Home /News /national-international /Russia-Ukraine War : પુતિનના સંરક્ષણ મંત્રીને હાર્ટ એટેક આવ્યો, શંકાના આધારે 20 જનરલની ધરપકડ

Russia-Ukraine War : પુતિનના સંરક્ષણ મંત્રીને હાર્ટ એટેક આવ્યો, શંકાના આધારે 20 જનરલની ધરપકડ

યુદ્ધ વચ્ચે પુતિનના સંરક્ષણ મંત્રીને હાર્ટ એટેક આવ્યો હતો

રશિયન-ઇઝરાયલી ઉદ્યોગપતિ લિયોનીદ નેવઝલિન દાવો કરે છે કે સંરક્ષણ પ્રધાન અને પુતિનના નજીકના મિત્ર સેર્ગેઇ શોઇગુ (66) ને કુદરતી કારણોસર હાર્ટ એટેક નથી આવ્યો. આવી સ્થિતિમાં શંકાના આધારે 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે.

  રશિયા લગભગ 2 મહિનાથી યુક્રેન (Russia-Ukraine War) પર હુમલો કરી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયાને પણ ભારે નુકસાન થયું છે. દરમિયાન, સમાચાર છે કે રશિયાના સંરક્ષણ પ્રધાનને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યા નથી. એવું માનવામાં આવે છે કે યુક્રેનમાં થઈ રહેલા નુકસાનને લઈને વ્લાદિમીર પુતિન અને સર્ગેઈ વચ્ચે થોડો અણબનાવ હતો. જે બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

  રશિયન ટાઈમ્સના અહેવાલ અનુસાર, રશિયન-ઈઝરાયલી ઉદ્યોગપતિ લિયોનીદ નેવઝલિનનો દાવો છે કે સંરક્ષણ પ્રધાન અને પુતિનના નજીકના મિત્ર સર્ગેઈ શોઇગુ (66 વર્ષીય) ને કુદરતી કારણોસર હાર્ટ એટેક નથી આવ્યો. આવી સ્થિતિમાં શંકાના આધારે 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોઇગુને આ હાર્ટ એટેક કેટલીક ખોટી પદ્ધતિઓના કારણે આવ્યો હતો.

  ઘણા દિવસોથી સક્રિય નથી


  શોઇગુ 2012થી પુતિનના નજીકના સાથી છે. હુમલાની શરૂઆતમાં તે મુખ્ય આધાર હતો, પરંતુ અઠવાડિયાથી મોટાભાગે ગુમ હતો. બિઝનેસમેન લિયોનીડ નેવ્ઝલિનના આ દાવાઓએ હલચલ મચાવી દીધી છે. જો તેમના દાવાઓ સાચા સાબિત થાય છે, તો તે વિમુખ રશિયન પ્રમુખ અને તેમના નજીકના સલાહકારો અને લશ્કરી નેતાઓ વચ્ચેના મોટા અણબનાવની પુષ્ટિ કરશે.

  નેવઝલિન એક સમયે રશિયાના સૌથી ધનાઢ્ય માણસોમાંના એક હતા, પરંતુ પુતિન અને ક્રેમલિને તેમની તેલ કંપનીને જપ્ત કરવાનું નક્કી કર્યું ત્યારે 2003માં તેમણે દેશ છોડી દીધો. આવી સ્થિતિમાં તેમનો આ દાવો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

  આ પણ વાંચો - ઉત્તર કોરિયાના હેકર્સે અમેરિકામાંથી $600 મિલિયનની કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી, FBIએ તપાસ શરૂ કરી

  હત્યાના પ્રયાસની શક્યતા વ્યક્ત કરી છે


  "શોઇગુ એક દાયકાથી પુતિનના જમણા હાથ અને રશિયન સૈન્યના નેતા છે," નેવઝલિને કહ્યું. યુક્રેનમાં યુદ્ધના શરૂઆતના અઠવાડિયામાં તે મુખ્ય આધાર હતા, પરંતુ તાજેતરમાં ક્રેમલિનની નિયમિત બ્રીફિંગમાંથી ગાયબ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાની ધીમી પ્રગતિને કારણે માર્ચના અંતમાં પુતિન અને શોઇગુ વચ્ચે તણાવની સ્થિતિ હતી.

  આ પણ વાંચો - Sri Lanka Economic Crisis : શ્રીલંકામાં બગડ્યા હાલાત, મોટી સંખ્યામાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

  નેવજાલિને શોઇગુના હાર્ટ એટેક પર શંકા વ્યક્ત કરી છે, અને કહ્યું છે કે તે કુદરતી કારણોને લીધે થયું નથી. શોઇગુને ગઈકાલે આર્કટિકના વિકાસ અંગે પુતિન અને અન્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં જોવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તબિયત વિશે વાત કરી ન હતી. આવી સ્થિતિમાં એવી પણ ચર્ચા છે કે આ વીડિયો પહેલાથી જ રેકોર્ડ કરવામાં આવ્યો છે અને આ ફૂટેજનો ઉપયોગ લોકોને ભ્રમિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Russia and Ukraine War, Russia ukraine crisis, Vladimir putin

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन