Home /News /national-international /પુતિને જનમત પછી 4 ક્ષેત્રોને રશિયામાં મેળવવાની જાહેરાત કરી, યુક્રેને ઉઠાવ્યા સવાલ

પુતિને જનમત પછી 4 ક્ષેત્રોને રશિયામાં મેળવવાની જાહેરાત કરી, યુક્રેને ઉઠાવ્યા સવાલ

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના 4 નવા ક્ષેત્રોની જાહેરાત કરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ક્રેમલિનમાં આપેલા ભાષણમાં રશિયાના 4 નવા પ્રદેશોની જાહેરાત કરી છે. તેમણે તેને 4 નવા વિસ્તારોથી જ સંબોધ્યા હતા. ગુરુવારે આ સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે જનમત સંગ્રહ પછી યુક્રેનના 4 રશિયન નિયંત્રિત પ્રદેશોને રશિયાનો ભાગ બનાવવામાં આવશે. જોકે, પશ્ચિમી સરકારો અને યુક્રેને આ પગલાની નિંદા કરી છે.

વધુ જુઓ ...
    મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ક્રેમલિનમાં આપેલા ભાષણમાં રશિયાના 4 નવા પ્રદેશોની જાહેરાત કરી છે. તેમણે તેને 4 નવા વિસ્તારોથી જ સંબોધ્યા હતા. ગુરુવારે આ સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે જનમત સંગ્રહ પછી યુક્રેનના 4 રશિયન નિયંત્રિત પ્રદેશોને રશિયાનો ભાગ બનાવવામાં આવશે. જોકે, પશ્ચિમી સરકારો અને યુક્રેને આ પગલાની નિંદા કરી છે. તેમણે જનમત પર સવાલો ઉઠાવ્યા છે. પશ્ચિમી દેશો અને યુક્રેને કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થયો છે અને આ મતમાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી.

    રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે મોસ્કોની સેનાએ લુહાન્સ્ક, ડોનેત્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્ઝ્યાના આંશિક રીતે કબજે કરેલા યુક્રેનિયન પ્રદેશોમાં લોકમત યોજ્યો હતો. અહીંના રહેવાસીઓએ રશિયાને સમર્થન આપ્યું છે. વાસ્તવિકતા એવી છે કે રશિયન સેનાએ પહેલાથી જ આ વિસ્તારો પર કબજો કરી લીધો હતો અને તેના નિયંત્રણ હેઠળના ભાગને રશિયા સાથે મર્જ કરવાની કાર્યવાહી કરતી વખતે તેની જાહેરાત કરવામાં આવી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Russia, Russia ukrain conflict, Russia ukrain crisis

    विज्ञापन
    विज्ञापन