Home /News /national-international /

Pushpraj Jain News: 13 સ્થળોએ 24 કલાક સુધી ચાલી Raid, કન્નોજમાં શું હતી હલચલ, પુષ્પરાજ જૈનના ઘરમાંથી શું મળ્યું, જાણો બધી અપડેટ્સ

Pushpraj Jain News: 13 સ્થળોએ 24 કલાક સુધી ચાલી Raid, કન્નોજમાં શું હતી હલચલ, પુષ્પરાજ જૈનના ઘરમાંથી શું મળ્યું, જાણો બધી અપડેટ્સ

પીયુષ જૈન રેડ કેસ

Pushpraj Jain IT Raid News: પુષ્પરાજ જૈન (Pushpraj Jain News) સાથે જોડાયેલા 13 સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા (Pushpraj Jain IT raid) પાડ્યા. જે છેલ્લા 24 કલાકથી ચાલી રહી છે. હાલ પુષ્પરાજ જૈનના તમામ ઠેકાણાઓ પરની હલચલ ઓછી થઈ છે.

વધુ જુઓ ...
    કન્નોજ: ઉત્તર પ્રદેશના પરફ્યુમ વેપારી અને સમાજવાદી પાર્ટીના એમએલસી પુષ્પરાજ જૈન (Pushpraj Jain IT raid)ના ઘર અને ઓફિસોમાં આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. પુષ્પરાજ જૈન (Pushpraj Jain News) સાથે જોડાયેલા 13 સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા (Pushpraj Jain IT raid) પાડ્યા. જે છેલ્લા 24 કલાકથી ચાલી રહી છે.

    હાલ પુષ્પરાજ જૈનના તમામ ઠેકાણાઓ પરની હલચલ ઓછી થઈ છે. કન્નોજમાં ઘરની બહારની ફોર્સની પણ વાપસી થઈ છે. પરફ્યુમ વેપારી પિયુષ જૈન પર સકંજો કસ્યા બાદ હવે આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન સામે કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગના દરોડા કન્નોજ, કાનપુર, નોઈડા, હાથરસથી મુંબઈ સુધી ચાલુ છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર પુષ્પરાજ જૈનના ઘર પર ચાલી રહેલા દરોડામાં આવકવેરા વિભાગને હજુ સુધી કંઈ મળ્યું નથી. હજી સુધી કોઈ જપ્તીની જાણ કરવામાં આવી નથી. હાલ પુષ્પરાજ જૈન ઘરની અંદર હાજર છે. આવકવેરા વિભાગના દરોડા ચાલુ હોવાનું કહેવાય છે. જોકે કન્નોજમાં અન્ય બે પરફ્યુમ વેપારીઓ મોહમ્મદ જેકબ અને મલિક મિયાંને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: આવકવેરા વિભાગનો ગાળિયો પુષ્પરાજ જૈનના ગળામાં, જાણો કઇ-કઇ જગ્યાએ પાડ્યા દરોડા

    આવકવેરા મુંબઈની ટીમ પુષ્પરાજ જૈનના ઠેકાણાઓ પર ડીજીજીઆઈની મદદથી દરોડા પાડી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આવકવેરાના દરોડા બાદ જીએસટીની ટીમ પુષ્પરાજ જૈનના નજીકના અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે.

    આ પણ વાંચો: Pushpraj Jain News: કોણ છે પુષ્પરાજ જૈન, પીયૂષ જૈનથી શું સંબંધ છે, જાણો સપા MLCની આખી કુંડલી

    કેનાલ રોડ ટ્રાન્સપોર્ટ અને કન્નોજની સંસ્થાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે પુષ્પરાજ જૈનની પ્રાદેશિક કચેરી મુંબઈમાં છે. તેમનો પરફ્યુમ વ્યવસાય મધ્ય પૂર્વ દેશોમાં ફેલાયેલો છે. પુષ્પરાજ જૈને તાજેતરમાં સમાજવાદી પાર્ટી માટે સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું હતું.

    જાણો કોણ છે પુષ્પરાજ જૈન
    પુષ્પરાજ જૈન 2016માં ઇટાવા-ફરુખાબાદથી એમએલસી તરીકે ચૂંટાયા હતા. તેઓ પ્રગતિ એરોમા ઓઇલ ડિસ્ટિલર્સ પ્રાઇવેટ લિમિટેડના સહ-માલિક છે. તેમનો વ્યવસાય તેમના પિતા સવૈલલાલ જૈને 1950માં શરૂ કર્યો હતો. પુષ્પરાજ અને તેમના ત્રણ ભાઈઓ કન્નોજમાં ધંધો કરે છે અને એક જ ઘરમાં રહે છે. એમએલસી પુષ્પરાજનું મુંબઈમાં એક ઘર અને ઓફિસ છે, જ્યાંથી મુખ્યત્વે મધ્ય પૂર્વના લગભગ 12 દેશોમાં નિકાસનો વેપાર થાય છે. તેના ત્રણ ભાઈઓમાંથી બે મુંબઈ ઓફિસમાં કામ કરે છે જ્યારે ત્રીજો તેની સાથે કન્નોજમાં મેન્યુફેક્ચરિંગ સેટ-અપ પર કામ કરે છે.

    આ પણ વાંચો: દમણ: નવાં વર્ષની ધામધૂમથી ઉજવણી, કોરોનાની દહેશત વચ્ચે પણ હોટેલોમાં યોજાઈ પાર્ટીઓ

    પુષ્પરાજ જૈન પાસે કેટલી સંપત્તિ અને અભ્યાસ
    વર્ષ 2016માં તેમના ચૂંટણી સોગંદનામા અનુસાર પુષ્પરાજ અને તેમના પરિવાર પાસે 37.15 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 10.10 કરોડની સ્થાવર સંપત્તિ છે. તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તેમણે કન્નોજની સ્વરૂપ નારાયણ ઇન્ટરમિડિયેટ કોલેજમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. દરોડા શરૂ થયા બાદ પુષ્પરાજે ગયા શુક્રવારે કહ્યું હતું કે તેને પિયુષ જૈન સાથે કોઈ લેવાદેવા નથી. સામાન્ય વાત એ છે કે પિયુષ જૈન મારા જેવા જ સમુદાયના છે. જો તેની સામે દરોડા પાડવામાં આવ્યા હોય તો તે જાતે જ તેનો સામનો કરશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: IT raid, Pushpraj Jain, Uttar Pradesh News, દેશ વિદેશ

    આગામી સમાચાર