દેહરાદૂન : ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી (Uttarakhand Election-2022)પછી રાજ્યમાં નવી સરકાર મુદ્દે ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવ્યો છે. પુષ્કર સિંહ ધામીને (Pushkar Singh Dhami)ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમના ફરી મુખ્યમંત્રી બનવા પર મોહર લાગી ગઇ છે. દેહરાદૂનમાં ભાજપાની વિધાયક દળની બેઠકમાં સામેલ થવા પહોંચેલા પર્યવેક્ષક રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સહ પર્યવેક્ષક મીનાક્ષી લેખીએ આ જાહેરાત કરી હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પુષ્કર સિંહ ધામીને (Uttarakhand New CM Pushkar Singh Dhami)વિધાયક દળના નેતા તરીકે પસંદ કરાયા છે. હું તેમને અભિનંદન પાઠવું છું અને મને પુરો વિશ્વાસ છે કે પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડનો સારી રીતે વિકાસ થશે. ફક્ત છ મહિનાના પોતાના કાર્યકાળમાં ધામીએ જનતાના દિલો પર પોતાની છાપ છોડી છે જેનું પરિણામ પાર્ટીને જીતના રુપમાં મળ્યું છે.
ધામીએ કહી આવી વાત
પોતાના નામની જાહેરાત થયા પછી ધામીએ કહ્યું કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પ્રદેશની પ્રગતિ માટે કામ કરીશું અને ઉત્તરાખંડને દેશનો સર્વશ્રેષ્ઠ પ્રદેશ બનાવીશું.
‘ઉત્તરાખંડમાં ફિર માંગે, મોદી-ધામી કી સરકાર’ ના નારા સાથે વિધાનસભાની ચૂંટણી લડનાર ભાજપાને જીત સુધી લઇ જનારા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતાની સીટ ખટીમાંથી હારી ગયા હતા. જેના કારણે મુખ્યમંત્રીના નામ પર નવેસરથી મંથન કરવું પડ્યું હતું. જેમાં લગભગ 11 દિવસનો સમય લાગ્યો હતો.
તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં ખટીમાં સીટ પરથી પરાજય થયો હોવા છતા પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી પદની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. આ સિવાય ચૌબટ્ટાખાલના ધારાસભ્ય સતપાલ મહારાજ, શ્રીનગરના ધારાસભ્ય ધન સિંહ રાવત અને રાજ્યસભાના સાંસદ અનિલ બલૂની પણ આ પદના દાવેદારોમાં સામેલ હતા. રવિવારે દિલ્હીમાં ભાજપા હાઇકમાન્ડ સિવાય પીએમ નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના સીએમને લઇને મંથન કર્યું હતું.
ઉત્તરાખંડની ચૂંટણીમાં ભાજપાને ઐતિહાસિક જીત મળી છે. આ વખતે ભાજપાને 47 સીટો પર જીત મળી છે. રાજ્યની રચના પછી સતત બીજી વખત સરકાર બનાવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. કોંગ્રેસને 19 બેઠકો પર જીત મળી છે જ્યારે 2 સીટો અપક્ષના ફાળે આવી છે.
ગત ટર્મમાં ત્રણ મુખ્યમંત્રી બનાવ્યા હતા
ગત વખતે ભાજપે ધારાસભ્ય ત્રિવેન્દ્રસિંહ રાવતને માર્ચ 2017માં મુખ્યમંત્રીની ખુરશી સોંપી હતી. ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરે તે પહેલા તેમને પદ પરથી હટાવી દીધા હતા. આ પછી તીરથ સિંહ રાવતને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. લગભગ ચાર મહિના તેમને હટાવી પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર