સ્કૂલમાં પટાવાળાએ માસૂમ સાથે દુષ્કર્મનો કર્યો પ્રયાસ, નજીકમાં રમતા યુવકોએ બચાવ્યો જીવ

News18 Gujarati
Updated: January 26, 2020, 10:25 AM IST
સ્કૂલમાં પટાવાળાએ માસૂમ સાથે દુષ્કર્મનો કર્યો પ્રયાસ, નજીકમાં રમતા યુવકોએ બચાવ્યો જીવ
ગણતંત્ર દિવસની ઝાંખી બતાવવાના બહાને પટાવાળો સંબંધીની બાળકીને સ્કૂલમાં લાવ્યો હતો, દાનત બગડતાં દુષ્કર્મનો પ્રયાસ

ગણતંત્ર દિવસની ઝાંખી બતાવવાના બહાને પટાવાળો સંબંધીની બાળકીને સ્કૂલમાં લાવ્યો હતો, દાનત બગડતાં દુષ્કર્મનો પ્રયાસ

  • Share this:
પૂર્ણિયા : બિહાર (Bihar)ના પૂર્ણિયા (Purnia) જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક સ્કૂલમાં આઘેડ ઉંમરના પટાવાળા (Peon)એ 12 વર્ષની એક બાળકીની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ નજીકમાં રમતા યુવકોએ કોઈક રીતે બાળકીનો જીવ બચાવ્યો. ઘટના ધમદાહા પોલીસ સ્ટેશનના ઉચ્ચ વિદ્યાલય મુગલિયા પુરંદાહાની છે. ઘટના બાદ આક્રોશિત ગામ લોકોએ પટાવાળા પ્રદીપ મંડલને પકડીને લાઠી-ડંડાઓથી ખૂબ ફટકાર્યો હતો.

ગામ લોકોએ જણાવ્યું કે ઉચ્ચ વિદ્યાલય મુગલિયા પુરંદાહાના પટાવાળા પ્રદીપ મંડલે એક સંબંધીની 12 વર્ષની બાળકીને ફોસલાવીને સ્કૂલ લાવ્યો હતો. જ્યારે સ્કૂલથી તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા તો તેણે બાળકીની સાથે બળજબરીથી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે બાળકીએ બચાવવા માટે બૂમો પાડી તો નજીકના મેદાનમાં રમતા યુવકોએ બાળકીનો જીવ બચાવ્યો. ત્યારબાદ બાળકીએ ગામ લોકો અને યુવકોને પોતાની કથની જણાવી.

બાળકીના પરિજનોને જાણ કરી

ગામ લોકોએ તેની જાણ ધમદાહા પોલીસ સ્ટેશન અને બાળકીના પરિજનોને કરી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે કહ્યું કે હજુ સુધી તેમને કોઈ લેખિત અરજી નથી મળી. ફરિયાદ મળતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આરોપીનું માનીએ તો બાળકીને તે ગણતંત્ર દિવસની ઝાંખી દેખાડનારા નામે સ્કૂલમાં લાવ્યો હતો.

બીજી તરફ, પશ્ચિમી ચંપારણ જિલ્લાના મઝૌલિયામાં બદમાશોએ એક સગીરાને બંધક બનાવીને તેની સાથે ખેતરમાં બળાત્કાર ગુજાર્યો. આ ઘટનામાં આરોપીના મિત્રોએ પણ તેનો સાથ આપ્યો. મળતી જાણકારી મુજબ પીડિત બાળકીએ જણાવ્યું કે કુદરતી હાજતે જઈ રહી હતી તે દરમિયાન નૌશાદ, વિવેદ યાદવ અને ત્રિલોકી યાદવ તેને બંધક બનાવીને બળજબરીથી શેરડીના ખેતરમાં લઈ ગયા. અહીં આરોપી નૌશાદે બંને મિત્રો બહાર ઊભા રહ્યા અને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. પીડિતાએ જણાવ્યું કે બૂમો પાડ્યા બાદ ગામના લોકો ત્યાં પહોંચ્યા. લોકોને આવતા જોઈ વિવેક અને ત્રિલોકી ત્યાંથી ભાગી ગયા. જ્યારે લોકોએ પીછો કરીને મુખ્ય આરોપી નૌશાદને ઝડપી પાડ્યો. જોકે તે રાત્રે નૌશાદના ગામ લોકો તેને છોડાવીને પોતાની સાથે લઈ ગયા.

(રિપોટ - કુમાર પ્રવીણ)આ પણ વાંચો, 10 વર્ષના છોકરાથી 13 વર્ષથી છોકરી પ્રેગનન્ટ! ટીવી પર જણાવી પોતાની લવસ્ટોરી, ડૉક્ટરે કહ્યું અશક્ય
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर