પૂર્ણિયા: ભારતીય ખાન-પાન સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ પીણુ છે ઉકાળો. સાથે આ ભારતીય પ્રાકૃતિક અને પરંપરાગત ચિકિત્સામાં અજમાવવામાં આવેલા ઘરેલુ અને આયુર્વેદિક ઔષધી પણ છે. ઉકાળાનું નિર્માણ વિભિન્ન પ્રાકૃતિક તત્વો, પત્તા, છાલ અને મસાલાઓ સાથે કરવામાં આવે છે, જે વિભિન્ન રોગો અથવા રોગ પ્રતિરોધક ક્ષમતા માટે કારગર હોય છે. કેટલાક ઉકાળા સ્વાદિષ્ટ પણ હોય છે અને કેટલાક કડવા સ્વાદના. પરંતુ ઉકાળાનું સેવન દરેક પરિસ્થિતિમાં ફાયદાકારક જરૂર હોય છે. ઉકાળાનો ઉપયોગ ભારતીય પરિવારોમાં વર્ષોથી થતો આવે છે, પરંતુ નવા જમાનામાં આપણે ઘરેલુ ઉપાયો ભૂલી રહ્યા છીએ. પરંતુ, કોરોના વાયરસે આ ઉકાળાનું મહત્વ ફરી એક વખત સમજાવી દીધુ છે. અને લોકો તેને નિયમીત રીતે ઉપયોગ કરવા લાગ્યા છે.
પૂર્ણિયામાં ઉકાળા કલ્ચરને પ્રોત્સાહન
બિહારના પૂર્ણિયામાં કેટલીક પરંપરાગત ચિકિત્સા અને ખેતી સાથે જોડાયેલા લોકોએ ઉકાળાના સેવનને પૂરા લોકડાઉનમાં પોતે તો નિયમીત રાખ્યું, આ સિવાય અનેક લોકોને ઉકાળાનું સેવન કરવા પ્રેરિત કર્યા. આ સિવાય લોકોને ઓનલાઈન ઉકાળો કેવી રીતે બનાવવો તેની માહિતી પહોંચાડી.
આયુર્વેદાચાર્ય ઉમેશ મિશ્ર અને જૈવિક કિસાન હિમકકર મિશ્રએ જણાવ્યું કે, હળદર, ગિલોય, અગસ્ત અને કદમ્બનો ઉકાળો બનાવો અને તેના પ્રભાવનો લાભ મેળવો. તુલસી અને આજવાઈનનો ઉકાળો પણ રોજ નિયમીત બનાવ્યો અને પોતે તેનો લાભ લઈ અને બીજા લોકોને પણ તેનું સેવન કરવા માટે પ્રેરિત કર્યા.
કોરોના જેવી બિમારી પર પણ થઈ શકે છે કારગર
ઉલ્લેખનીય છે કે, આયુર્વેદ અનુસાર, આ વનસ્પતિ ઉત્પાદનોના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલા ઉકાળાથી રોગ પ્રતિરોધક ક્ષમતામાં જબરદસ્ત વધારો થાય છે, એવામાં કોરોના જેવી બિમારીઓના સંક્રમણથી પણ શરૂઆતના સમયમાં લડી શકાય છે. તેમનું કહેવું છે કે, લોકડાઉન ટૂ બાદ આયુષ મંત્રાલયે પમ લોકોને ઉકાળો પીવાની સલાહ આપી હતી.
ભારતીય ખાન-પાનમાં ઉકાળો અનિવાર્ય અંગ માનવામાં આવે છે. એ પણ સાબિત થયું છે કે, તેના સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જોકે, આધુનિક સમયમાં આપણે ભારતીય સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છીએ, પરંતુ કોરોના દરમિયાન ઔષધિય ગુણ અને રોગ પ્રતિરોધક ક્ષમતા તરીકે ઉકાળો પીવાની પરંપરાએ લોકો વચ્ચે ફરી પોતાની જગ્યા બનાવી છે.