હાથી સાથે અથડાતા પાટા પરથી ઉતરી પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રેન, તમામ યાત્રીઓ સુરક્ષિત

હાથીથી ટક્કર થતા પાટા પરથી ઉતરી પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રેન

તે અકસ્માત બાદ પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉટરી ગયુ આ અકસ્માત હટિબારી અને માનેશ્વર રેલવે સ્ટેશનની વચ્ચે રાત્રે 2.04 વાગ્યે થયું હતું

 • Share this:
  નવી દિલ્હી: પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રેન રવિવારે મોડી રાત્રે એક મોટા અકસ્માતનો શિકાર થતા બચી ગઇ હતી. પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રન જ્યારે હાતીબારી અને માનેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે પહોંચી તી. તે સમયે ટ્રેનની સામે એક હાથી આવી ગયો હતો. હાથીની ટક્કર થતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. હાલમાં મળતી માહિતી મુજબ, ટ્રેનનાં એન્જિનનાં છ પૈડા પાટા પરથી ઉતરી ગયા છે જોકે, આ દૂર્ધટનામાં કોઇપણ યાત્રીને ઇજા થયાની કોઇ જ સૂચના નથી.

  જાણકારી મુજબ ઓડિશાનાં સંબલપુર ડિવિઝનમાં સોમવારે વહેલી સવારે પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રેની સામે એક હાથી આવી ગયો. જ્યાં સુધી ટ્રેનને રોકવામાં આવ્યાં સુધીમાં હાથી સાથે ટક્કર થઇ ગઇ હતી. આ દૂર્ધટના બાદ પુરી-સૂરત એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયુ હતું. આ દૂર્ધટના હટિબારી અને માનેશ્વર રેલવે સ્ટેશન પર અડધી રાત્રે 2.04 વાગ્યે બની હતી.  ઇસ્ટ કોસ્ટ રેલવેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ દૂર્ઘટના બાદ ટ્રેનનાં એન્જિનનાં છ પૈડા પાટા પરથી ઉતરી ગયા હતાં. યાત્રીઓ અને પાયલટને કોઇ ઇજા થઇ નથી. તે તમામ સુરક્ષિત છે.
  Published by:Margi Pandya
  First published: