જગન્નાથ પુરી રથયાત્રા યોજવાના પક્ષમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરવા માટે લીધો સમય

News18 Gujarati
Updated: June 22, 2020, 12:19 PM IST
જગન્નાથ પુરી રથયાત્રા યોજવાના પક્ષમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરવા માટે લીધો સમય
ફાઇલ તસવીર

ઓડિશા સરકારે કહ્યું કે જન ભાગીદારી વિના રથયાત્રા આયોજિત કરી શકાય છે, કર્ફ્યૂ લાદી શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કારણે પુરી જગન્નાથ રથયાત્રા (Jagannath Puri Rath Yatra) પર રોકની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી છે. આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે રથયાત્રા પર રોક લગાવવાની અરજી દાખલ કરનારી ઓડિશા વિકાસ પરિષદ તરફથી રજૂઆત કરી રહ્યા છે.

પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રા મામલે કેન્દ્ર સરકારશે જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચની સમક્ષ કેસને મેન્શન કર્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે માત્ર એવા લોકો જેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય અને ભગવાન જગન્નાથ મંદિરમાં સેવાયત તરીકે કામ કરી રહ્યા છે તેઓ અનુષ્ઠાનનો હિસ્સો બની શકે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 18 જૂને કહ્યું હતું કે જન સ્વાસ્થ્ય અને નાગરિકોના હિતની રક્ષાને ધ્યાને લઈ આ વર્ષે 23 જૂને ઓડિશાના પુરીમાં નિર્ધારિત રથ યાત્રાને મંજૂરી ન આપી શકાય અને જો અમે તેની મંજૂરી આપીએ તો જગન્નાથ અમને ક્યારેય માફ નહીં કરે.

આ પણ વાંચો, માર્ગ અકસ્માતમાં પંચ જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોનાં મોત


સોલિલિટર જનરલે કહ્યું કે, સદીઓથી ચાલી આવતી પરંપરાને અટકાવી ન જોઈએ. બીજી તરફ, ઓડિશા સરકારે કહ્યું કે જન ભાગીદારી વિના રથયાત્રા આયોજિત કરી શકાય છે. કેન્દ્રએ કહ્યું કે સ્થિતિને જોતાં પગલાં ઉઠાવી શકાય છે. રાજ્ય સરકાર યાત્રા દરમિયાન કર્ફ્યૂ લાદી શકે છે જેથી લોકો રસ્તાઓ પર ન આવી જાય.

આ પણ વાંચો, ચીનની 3 કંપનીને મોટો આંચકો! મહારાષ્ટ્રે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર મારી બ્રેક

 
First published: June 22, 2020, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading