મનાલીમાં પંજાબી ટૂરિસ્ટની ગુંડાગર્દી, રોડ રેજ બાદ તલવારોથી શક્તિ પ્રદર્શન

Manali News: કાર ઓવરટેકિંગના સામાન્ય ઝઘડામાં પંજાબી ટૂરિસ્ટો તલવારો લહેરાવીને મનાલીમાં મચાવ્યો ઉત્પાત

Manali News: કાર ઓવરટેકિંગના સામાન્ય ઝઘડામાં પંજાબી ટૂરિસ્ટો તલવારો લહેરાવીને મનાલીમાં મચાવ્યો ઉત્પાત

 • Share this:
  તુલસી ભારતી, મનાલી. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ટૂરિસ્ટ (Tourist)ની ગુંડાગર્દીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. હવે મનાલી (Manali)માં પંજાબના ટૂરિસ્ટે (Punjabi Tourist) ગુંડાગર્દી કરતાં તલવારો લહેરાવી છે. હાલ પોલીસ (Kullu Police) આરોપીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. મનાલીની આ ઘટના બુધવાર રાત્રે 10 વાગ્યાની છે. ઓવરટેકિંગની આ ઘટના બાદ પર્યટકોએ ઝઘડો અને મારામારી કરવાનું શરૂ કરી દીધું.

  મળતી જાણકારી મુજબ, મનાલી પોલીસ સ્ટેશનથી થોડા અંતર પર આ ઘટના બની છે. પંજાબના પટિયાલાની એક કાર ટ્રાફિકની વચ્ચે ઓવરટેક કરી રહી હતી. આ દરમિયાન સામેથી એક કાર આવી અને જોતજોતામાં જ બંને કારચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. તેની પર પંજાબી ટૂરિસ્ટે કારમાંથી તલવારો કાઢી અને સનસની ફેલાવાનો પ્રયાસ કર્યો.

  આ પણ વાંચો, કારની બોનેટ પર બેસીને લગ્ન કરવા પહોંચી દુલ્હન, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કડક કાર્યવાહી

  વીડિયો પણ સામે આવ્યો

  સમગ્ર મામલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં બે પંજાબી ટૂરિસ્ટ હાથમાં તલવારો સાથે જોવા મળી રહ્યા છે. સાથોસાથ તેઓ રસ્તા પર ફરી રહ્યા છે. ટ્રાફિક જામ લાગેલો છે. આ દરમિયાન તેઓ પોતાના સાથીઓને બોલાવવા માટે ફોન પણ કરે છે. કુલ્લૂના એસપી ગુરુદેવ સિંહે મામલાની પુષ્ટિ કરી છે અને સાથોસાથ કહ્યું છે કે તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.

  આ પણ વાંચો, ઋષિકેશઃ મહિલાઓને સમ્મોહિત કરી લાખોની ઠગી કરનારા બાબો ઝડપાયો, આવી રીતે કરતો હતો હિપ્નોટાઇઝ


  મંડીમાં આંગળી કાપી દીધી હતી

  મંડી જિલ્લામાં ગયા મહિને પંજાબના અમૃતસરના ટૂરિસ્ટે એક સ્થાનિક શખ્સની આંગળી કાપી દીધી હતી. તલવારથી યુવક પર આરોપીએ હુમલો કર્યો હતો, જેનાથી યુવકને ગંભીર ઈજા થઈ હતી અને તેને હૉસ્પિટલ ખસેડવો પડ્યો હતો. બાદમાં ટૂરિસ્ટની લાહૌલ સ્પીતિના કોકસરથી ધરપકડ કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં સતત ટૂરિસ્ટની ગુંડાગર્દી જોવા મળી રહી છે. હરિયાણા અને પંજાબના ટૂરિસ્ટ સતત અહીં ગંદકી અને હોબાળા કરતા રહે છે. સાથોસાથ મારપીટની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: