ધર્મશાળા: વાદળ ફાટતા ગુમ થયેલા પંજાબી સૂફી ગાયક મનમીતનો મૃતદેહ મળી આવ્યો

મનમીત સિંહ.

Dharamshala Cloud Burst: એસપી કાંગડા વિમુક્ત રંજને જણાવ્યું કે, અમૃતસર નિવાસી મનમીનત સિંહ કરેરી લેક નજીક ગુમ થઈ ગયાની સૂચના મળી હતી. જે બાદમાં રેસ્ક્યૂ ટીમ બનાવીને તેમને શોધવાના પ્રયાસ હાથ ધરાયા હતા.

  • Share this:
    ધર્મશાલા: હિમાચલ પ્રદેશના કાંગડા (Kangra) જિલ્લામાં હવે વરસાદની અસલી તસવીર સામે આવી રહી છે. માલુમ પડ્યું છે કે પંજાબી સૂફી ગાયક મનમીત સિંહ (Punjabi Sufi singer Manmeet Singh) વાદળ ફાટ્યા (Cloud burst) બાદ પાણીમાં વહી ગયા હતા. તેમનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સૂફી ગાયક મનમીત સિંહ (સેન બ્રધર્સમાંના એક-Punjab Sain brothers)નું મોત થયું છે. તેમનો મૃતદેહ કરેરી તળાવ (Kareri lake) પાસે ઉંડા ખાડામાંથી મળી આવ્યો છે. ધર્મશાળામાં સોમવારે વાદળ ફાટ્યા બાદ તેઓ ગુમ થઈ ગયા હતા. મંગળવારે સાંજે તેમનો મૃતદેહ કરેરી ગામ પાસે પાણીના ખાડામાંથી મળી આવ્યો છે. મનમીત સિંહ પંજાબના અમૃતસરના છેહર્ટામાં રહેતા હતા.

    પ્રાપ્ત વિગત પ્રમાણે 'દુનિયાદારી' ગીતથી પ્રસિદ્ધ થયેલા સૂફી ગાયક મનમીત સિંહ પોતાના ભાઈ કર્ણપાલ ઉર્ફે કેપી અને મિત્રો સાથે શનિવારે ધર્મશાળામાં ફરવા માટે આવ્યા હતા. રવિવારે તે બધા ધર્મશાળાથી કરેરી લેક ખાતે ફરવા માટે આવ્યા હતા. રાત્રે ભારે વરસાદ થયા બાદ તેઓ ત્યાં જ રોકાયા હતા. સોમવારે તેઓ પરત ફર રહ્યા હતા ત્યારે એક ખાડાને પાર કરતા તેઓ પાણીમાં વહી ગયા હતા.

    આ પણ વાંચો: સુરતમાં યુવકની જાહેરમાં હત્યા: 'તુને મેરે બાઇક કા પંક્ચર ક્યું કિયા, આજ તેરે કો ખત્મ કર દેને કા હૈ'

    રેસ્ક્યૂ ટીમે મૃતદેહ શોધ્યો

    કરેરી ગામમાં મોબાઇલ સિગ્નલ નથી મળતા. જે બાદમાં મનમીપ સિંહના ભાઈ અને તેના મિત્રોએ ગામના લોકોની મદદ માંગી હતી. સ્થાનિક તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: દાહોદમાં માનવતાને શરમાવે તેવું કૃત્ય: પ્રેમી સાથે ભાગી જનાર યુવતીનાં કપડાં ફાડી નાખ્યાં, ખભા પર યુવકને બેસાડી પરેડ કરાવી

    એસપી કાંગડા વિમુક્ત રંજને જણાવ્યું કે, અમૃતસર નિવાસી મનમીનત સિંહ કરેરી લેક નજીક ગુમ થઈ ગયાની સૂચના મળી હતી. જે બાદમાં રેસ્ક્યૂ ટીમ બનાવીને તેમને શોધવાના પ્રયાસ હાથ ધરાયા હતા. મંગળવારે મોડી સાંજે રેસ્ક્યૂ ટીમને મનમીત સિંહનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને ધર્મશાળા લાવવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: