Home /News /national-international /પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા, એક દિવસ પહેલા સુરક્ષા હટાવી લેવામાં આવી હતી
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા, એક દિવસ પહેલા સુરક્ષા હટાવી લેવામાં આવી હતી
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારી હત્યા
Sidhu Moose Wala Murder : શુભદીપ સિંહ સિદ્ધુ તેમના ચાહકોમાં સિદ્ધુ મૂઝવાલા તરીકે પ્રખ્યાત હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે મુસેવાલા અને તેના બે મિત્રો પંજાબમાં તેમના ગામ માનસા જઈ રહ્યા હતા. 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર માનસાથી ચૂંટણી લડી હતી
Sidhu Moose Wala Murder : પંજાબમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસ નેતા અને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ની રવિવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. માણસાના જવાહર ગામ પાસે ગાયક મૂઝવાલા પર કેટલાક લોકોએ ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ મુસેવાલાને ગંભીર હાલતમાં સારવાર માટે માનસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં અન્ય બે લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના એવા સમયે બની જ્યારે પંજાબ પોલીસે એક દિવસ પહેલા જ મૂઝવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મૂઝવાલાને છેલ્લા ઘણા દિવસોથી ગુંડાઓ તરફથી ધમકીઓ મળી રહી હતી, તેમ છતાં તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.
કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા
શુભદીપ સિંહ સિદ્ધુ તેમના ચાહકોમાં સિદ્ધુ મૂઝવાલા તરીકે પ્રખ્યાત હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે મુસેવાલા અને તેના બે મિત્રો પંજાબમાં તેમના ગામ માનસા જઈ રહ્યા હતા. 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર માનસાથી ચૂંટણી લડી હતી. તેમને આમ આદમી પાર્ટીના ડો. વિજય સિંગલાએ હરાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, શુભદીપ સિંહ સિદ્ધુ, જેને પ્રેમથી મૂઝવાલા કહેવામાં આવતા હતા, તેમનો જન્મ 17 જૂન 1993ના રોજ થયો હતો. તે મુસા વાલા ગામનો રહેવાસી હતો. શુભદીપને લોકો તેની ગાયકીને કારણે પણ ઓળખતા હતા. તેની લાખોમાં ફેન ફોલોઈંગ હતી. તેને ગેંગસ્ટર રેપથી અલગ ઓળખ મળી. મુસેવાલાએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને તેમની માતા ગામના સરપંચ હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર