જાવડેકરે કહ્યું - ખાનગી હોસ્પિટલોને વેક્સીન વેચી રહી છે પંજાબ સરકાર, ભાષણ ના આપે રાહુલ ગાંધી

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી

કેન્દ્રએ પંજાબ સરકાર (Punjab Government) પર ખાનગી હોસ્પિટલોને ઉંચી કિંમતો પર કોવેક્સીન (Covaxin)વેચવાનો આરોપ લગાવ્યો

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્રએ પંજાબ સરકાર (Punjab Government) પર ખાનગી હોસ્પિટલોને ઉંચી કિંમતો પર કોવેક્સીન (Covaxin)વેચવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar)આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ બીજાને જ્ઞાન આપવાના બદલે પોતાના (કોંગ્રેસ) રાજ્યની સંભાળ રાખવી જોઈએ. પંજાબ સરકારને કોવેક્સીનના 1.40 લાખથી વધારે ડોઝ 400 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યા છે અને તેમણે 20 ખાનગી હોસ્પિટલોને 1000 રૂપિયામાં વેચી દીધા છે.

    કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે પંજાબ કોરોનાથી પ્રભાવિત છે. વેક્સીનનું યોગ્ય રીતે મેનેજમેન્ટ થતું નથી. છેલ્લા 6 મહિનાથી તેમની અંદરો અંદર લડાઇ ચાલી રહી છે. પૂરી પંજાબ સરકાર અને પાર્ટી 3-4 દિવસથી દિલ્હીમાં છે, પંજાબને કોણ જોશે? પોતાની અંદરની રાજનીતિ માટે પંજાબના લોકોની અનદેખી કરવી કોંગ્રેસનું મોટું પાપ છે.

    આ પણ વાંચો - જાણો, કેમ મનાવવામાં આવે છે આક્રમકતાના શિકાર બનેલા બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ

    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજની તારીખમાં કેન્દ્ર સરકારે 22 કરોડ વેક્સીન રાજ્યોને મફત ઉપલબ્ધ કરાવી છે. તેમણે (પંજાબ સરકાર)ટિકાકરણના વિકેન્દ્રીકરણની માંગણી કરી હતી પણ હવે તેને કેન્દ્રીકૃત કરવા માટે કહી રહ્યા છે. હવે પંજાબ દ્વારા કથિત રીતે ખાનગી હોસ્પિટલોને વેક્સીન વેચવા પર રાહુલ ગાંધી કેન્દ્રીય નેતાઓના નિશાને આવી ગયા છે.

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સતત લોકોને મફત વેક્સીન આપવાની વકાલત કરતા રહ્યા છે. તેમણે હાલમાં કહ્યું હતું કે દેશમાં બધા નાગરિકોનું ટિકાકરણ મફતમાં કરવું જોઈએ. વેક્સીન મહામારી સામે સૌથી મજબૂત સુરક્ષા પ્રદાન કરે છે.
    Published by:Ashish Goyal
    First published: