Home /News /national-international /

રેલવે ટ્રેક પર Selfie લેતી વખતે ત્રણ યુવાનો આવ્યા ટ્રેનની ઝપેટમાં

રેલવે ટ્રેક પર Selfie લેતી વખતે ત્રણ યુવાનો આવ્યા ટ્રેનની ઝપેટમાં

પ્રતીકાત્મક તસવીર

ટ્રેન આવતી હોવાની જાણ હોવા છતાંય લઈ રહ્યા હતા સેલ્ફી, લાશો જોઈ ચોથો મિત્ર થયો બેભાન

    સેલ્ફી લેવાની દિવાનગીનું ખૂબ જ કરુણ પરિણામ સામે આવ્યું છે. ચંદીગઢમાં રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા ત્રણ યુવા ટ્રેન નીચે કપાઈ ગયા. ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. એટલું જ નહીં તેમના શબના ટુકડા લગભગ 30 ફુટના અંતર સુધી વિખેરાઈ ગયા. ત્રણ મૃતકોના નામ ચમન, સન્ની અને કિશન હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણેય એકબીજાના સંબંધી હતા અને એક લગ્નમાં સામેલ થવા માટે અલીગઢથી ચંદીગઢ આવ્યા હતા. જ્યાંથી તેઓ પાણીપત પાર્કની પાસે રેલવે ટ્રેક પર પહોંચી ગયા.

    મળતી જાણકારી મુજબ, આ ત્રણેયની સાથે તેમનો મિત્ર દિનેશ પણ હતો જે આ ઘટનામાં આબાદ બચી ગયો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ચારેય લગભગ અડધા કલાકથી રેલવે ટ્રેક પર ફરી-ફરીને એક બીજાના ફોટો ખેંચી રહ્યા હતા અને સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યાં સુધી કે ટ્રેન આવવાની ખબર હોવા છતાંય ચારેય સેલ્ફી લેવા માટે ઊભા રહ્યા. દિનેશને જેવી ટ્રેન આવવાની ખબર પડી તેણે ત્રણેયને એલર્ટ કર્યા અને ટ્રેકની બીજી તરફ કૂદી ગયો. જ્યારે અન્ય ત્રણ પોતાની ડાબી બાજુ કૂદી ગયા અને ટ્રેનની નીચે આવી ગયા.

    આ પણ વાંચો, પોલીસની રેડ વિશે પોપટે ડ્રગ માફિયાઓને એલર્ટ કરી દીધા: પોપટની ધરપકડ

    ટ્રેન પસાર થયા બાદ ત્રણેયના શબ ક્ષત-વિક્ષત અવસ્થામાં ટ્રેક પર પડ્યા હતા. જેવું દિનેશે આ દૃશ્ય જોયું તે બેભાન થઈને ઢળી પડ્યો. જીઆરપી તરફ જણાવવામાં આવ્યું કે તમામ મૃતકોના શબ પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી પોલીસને બે મોબાઇલ મળી આવ્યા છે જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chandigarh, Deaths, Railway track, Selfie, પંજાબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन