Home /News /national-international /

નારાજ કેપ્ટન અમરિંદરની સોનિયા ગાંધીને ચિઠ્ઠી, પાર્ટી અને સરકારને થઇ શકે છે નુકસાન

નારાજ કેપ્ટન અમરિંદરની સોનિયા ગાંધીને ચિઠ્ઠી, પાર્ટી અને સરકારને થઇ શકે છે નુકસાન

નારાજ કેપ્ટન અમરિંદરની સોનિયા ગાંધીને ચિઠ્ઠી, પાર્ટી અને સરકારને થઇ શકે છે નુકસાન

પંજાબમાં સીએમ અમરિંદર સિંહ (CM Amrinder Singh)અને નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વધી રહી છે

    નવી દિલ્હી : પંજાબમાં સીએમ અમરિંદર સિંહ (CM Amrinder Singh)અને નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વધી રહી છે. આજે કોંગ્રેસના વચગાળાના ચીફ સોનિયા ગાંધી સાથે નવજોત સિંહ સિદ્ધુની મુલાકાત પછી અમરિંદરના તેવર આકરા થયા છે અને પાર્ટીના વચગાળાના ચીફને ચિઠ્ઠી લખીને નારાજગી વ્યક્ત કરી છે. અમરિંદરે ચિઠ્ઠીમાં લખ્યું કે જો સિદ્ધુને પંજાબનો ચીફ બનાવવામાં આવશે તો કેવી રીતે પાર્ટીને નુકસાન થશે.

    સિદ્ધુ પર નારાજ રહેલા કેપ્ટને સોનિયા ગાંધીને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું કે સિદ્ધુની વર્કિંગ સ્ટાઇલથી કોંગ્રેસને નુકસાન થશે અને કોંગ્રેસ તેનાથી વહેંચાઇ જશે. આ દરમિયાન નારાજ કેપ્ટનને મનાવવા હરીશ રાવત કાલે ચંદીગઢ જઈ રહ્યા છે. તે બપોરે સીએમ સાથે મુલાકાત કરીને હાઇકમાન્ડ સાથે વાત સામે રાખશે.

    આ પણ વાંચો - કોંગ્રેસ છોડીને જનારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું- ડરનારા બીજેપીમાં જશે

    ઉલ્લેખનીય છે કે સિદ્ધુને અધ્યક્ષ બનાવવાની અટકળોથી કેપ્ટન નારાજ છે. જોકે સોનિયા સાથે સિદ્ધુની મિંટિગ પછી હાલ પાર્ટીએ પંજાબનો નિર્ણય રોકી દીધો છે. સિદ્ધુની સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હરીશ રાવત સાથે મુલાકાત થઇ હતી. પાર્ટી દાવો કરી રહી છે કે સોનિયા ગાંધી જલ્દી નિર્ણય કરશે જેને સાર્વજનિક કરી દેવામાં આવશે.

    માનવામાં આવે છે કે ગત સપ્તાહથી પાર્ટી હાઇકમાન્ડના પ્રયત્નોનો કોઇ ઉકેલ આવ્યો નથી. સિદ્ધુના અધ્યક્ષ બનાવવાના સમાચારે કેપ્ટનને ઘણા નારાજ કર્યા છે. સિદ્ધુ અને અમરિંદર બંને નેતાઓએ ચંદીગઢમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. કેપ્ટનની આ ચિઠ્ઠી પછી માનવામાં આવે છે કે હાલ પંજાબ કોંગ્રેસની મુશ્કેલી ખતમ થશે નહીં.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Captain amrinder singh, Navjot Singh Sidhu, Punjab politics crisis, પંજાબ, સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन