દુલ્હનને બાઇક પર લઈને જઈ રહ્યો હતો દુલ્હો, પોલીસે ફૂલમાળા પહેરાવીને સન્માન કર્યું, શુકન પણ આપ્યું

દુલ્હનને બાઇક પર લઈને જઈ રહ્યો હતો દુલ્હો, પોલીસે ફૂલમાળા પહેરાવીને સન્માન કર્યું, શુકન પણ આપ્યું
પોલીસે દુલ્હા-દુલ્હનને હાર પહેરાવ્યો.

આ વીડિયોને આઈપીએસ દીપાંશુ કાબ્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પંજાબ પોલીસ અને નવ યુગલની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

 • Share this:
  ચંદીગઢ: પંજાબમાં કોરોનાના વધી રહેલા કેસને જોતા લૉકડાઉન (Lockdown) અને નાઇટ કર્ફ્યૂ (Night curfew) પણ લગાવવામાં આવ્યો છે. પંજાબમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આઈપીએસ ઑફિસર દીપાંશુ કાબ્રા (Dipanshu Kabra)એ 11 મેના રોજ પોતાના ટ્વીટર હેન્ડલ પર અપલોડ કર્યો છે. આ વીડિયો શેર કરતાની સાથે સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, "કૉવિડ પ્રૉટોકોલનું પાલન કરતા નવ દંપતી બાઇક પર સવાર થઈને ઘરે જઈ રહ્યું છે. પોલીસે ઘરના સભ્યની જેમ શુભેચ્છા પાઠવી અને દાપું પણ આપ્યું હતું. ખાખીનું બહુ સારું કામ."

  આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નવપરિણીત યુગલ બાઇક પર જઈ રહ્યં છે. બંનેને જોઈને કોરોનાના નિયમ પાલન કરાવવા માટે રસ્તા પર ઊભા રહેલા પોલીસકર્મીઓ બંનેને અટકાવે છે. 28 સેકન્ડના વીડિયોમાં પહેલા તો પોલીસકર્મીઓ બંનેને ફૂલની માળા પહેરાવે છે. બાદમાં શુકન તરીકે થોડા પૈસા આપે છે. પોલીસે આવી રીતે યુગલને શુભેચ્છા પાઠવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયર થયા બાદ પોલીસકર્મીઓ અને યુગલની પણ પ્રશંસા થઈ રહી છે.  આ પણ વાંચો: 100 પત્ની અને 1,000 બાળકનો ટાર્ગેટ, એક રાતમાં ચાર પત્નીને કરે છે પ્રેમ, મોત પહેલા તમામને પ્રેગ્નેન્ટ કરવાનો માસ્ટર પ્લાન!

  આ વીડિયોને અત્યારસુધી 53 હજાર વખત જોવામાં આવી ચૂક્યો છે. પાંચ હજારથી વધારે લોકો તેને લાઇક્સ કરી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ અનેક યૂઝર્સ તેના પર કૉમેન્ટ્સ પણ આપી રહ્યા છે.

  આ પણ વાંચો: કોરોનાના કપરા કાળમાં આ દેશમાં કોલ ગર્લ્સ આવી મદદે, ટેસ્ટિંગ માટેનું બીડું ઝડપ્યું

  એક યૂઝરે લખ્યું કે, "આ પણ પોલીસનું એક રૂપ છે જે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. ક્યારેક પોલીસના કોઈ જવાનો નિશબ્દ કરી દે છે. ખૂબ સસર." વધુ એક યૂઝરે લખ્યું છે કે, "ખૂબ જ પ્રશંસનીય કામ છે. ખૂબ ખૂબ શુભેચ્છા." ઉલ્લેખનીય છે કે આ વીડિયો ગત વર્ષે મે મહિનાનો કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પંજાબ પોલીસની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:May 13, 2021, 10:06 am

  ટૉપ ન્યૂઝ