રાત્રે પત્નીએ દરવાજો ખોલવામાં મોડું કર્યું તો DSP પતિએ મારી દીધી ગોળી!

News18 Gujarati
Updated: January 20, 2020, 11:37 AM IST
રાત્રે પત્નીએ દરવાજો ખોલવામાં મોડું કર્યું તો DSP પતિએ મારી દીધી ગોળી!
'સિંઘમ' નામથી ચર્ચિત DSP અતુલ સોનીએ ગુસ્સે ભરાઈ પત્નીને મારી ગોળી, વિવાદો સાથે છે જૂનો સંબંધ

'સિંઘમ' નામથી ચર્ચિત DSP અતુલ સોનીએ ગુસ્સે ભરાઈ પત્નીને મારી ગોળી, વિવાદો સાથે છે જૂનો સંબંધ

  • Share this:
ચંદીગઢ : પંજાબ પોલીસમાં 'સિંઘમ'ના નામથી ચર્ચિત ડીએસપી અતુલ સોની (DSP Atul Soni) પર હત્યાનો પ્રયાસ (Attempt to murder) અને આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અતુલ સોની પર આરોપ છે કે તેઓએ પોતાની પત્ની સુનિતા સોની પર ગોળી ચલાવીને જીવથી મારવાનો પ્રયાસ કર્યો.

તે રાત્રે શું થયું હતું?

આ ઘટના શનિવાર રાતની છે. અતુલ સોની મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે એક પાર્ટીથી ઘર પરત ફર્યા હતા. પત્નીએ ઘરનો દરવાજો ઘણી વાર બાદ ખોલ્યો. આ વાતથી ડીએસપી સોની એ હદે નારાજ થઈ ગયા કે તેઓએ પત્ની પર ગોળી ચલાવી દીધી. જોકે, ગોળી તેમની પત્નીને વાગી નહીં. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી માથાની ઉપરથી પસાર થઈ ગઈ અને પત્નીનો આબાદ બચાવ થયો.

પત્નીએ પુરાવા આપ્યા

હુમલા બાદ ડીએસપીની પત્નીએ મોહાલીના પોલીસ સ્ટેશન ફેઝ-8માં પતિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આરોપ છે કે અતુલ સોનીએ ગોળી પોતાની સર્વિસ રિવોલ્વરથી નહીં પરંતુ ગેરકાયદેસર રિવોલ્વરથી છોડી. સોનીની પત્નીએ પંજાબ પોલીસની ઘટનાામં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને કારતૂસ પણ સોંપી દીધા છે. અતુલ સોની હાલ ફરાર છે.

અતુલ સોની અનેક પંજાબી ફિલ્મ અને વીડિયોમાં પણ કામ કરી ચૂક્યા છે અને બૉડી બિલ્ડિંગમાં પણ પંજાબ પોલીસનો ચર્ચિત ચહેરો રહ્યા છે. (ફાઇલ તસવીર)
પંજાબના આ 'સિંઘમ'નો વિવાદો સાથે જૂનો સંબંધ

નોંધનીય છે કે, અતુલ સોની અનેક પંજાબી ફિલ્મ અને વીડિયોમાં પણ કામ કરી ચૂક્યા છે અને બૉડી બિલ્ડિંગમાં પણ પંજાબ પોલીસનો ચર્ચિત ચહેરો રહ્યા છે. સોની પહેલા પણ અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. જૂન 2012માં તેઓની દિલ્હી એરપોર્ટ પર આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. માર્ચ 2013માં સોનીની વિરુદ્ધ ખંડણી અને અપહરણનો મામલો નોંધ્યો હતો. આ ઉપરાંત ગયા વર્ષે માર્ચ મહિનામાં સોનીના દીકરાની એક માર્ગ અકસ્માતમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો કે આ કાર અકસ્માતમાં એક એનઆરઆઈનું મોત થયું હતું.

આ પણ વાંચો, બાંગ્લાદેશમાં ભણતી દવિન્દરની દીકરીઓ માટે ISI કરી રહ્યું છે ફંડિંગ, NIAની તપાસ તેજ
First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading