Home /News /national-international /Charanjit Channi: ચરણજીત સિંહ ચન્નીના નામની બિલકુલ ચર્ચા ન હતી, તો કઈ રીતે તેઓ પંજાબના સીએમ તરીકે પસંદગી પામ્યા? INSIDE STORY

Charanjit Channi: ચરણજીત સિંહ ચન્નીના નામની બિલકુલ ચર્ચા ન હતી, તો કઈ રીતે તેઓ પંજાબના સીએમ તરીકે પસંદગી પામ્યા? INSIDE STORY

ચરણજીત ચન્નીની ફાઇલ તસવીર

Punjab Assembly Election 2022: દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી (Punjab New CM) હશે, પણ તેઓ ન તો કોંગ્રેસ હાઈકમાન્ડની પહેલી પસંદ હતા અને ન તો કોંગ્રેસ વિધાનસભા પક્ષે તેમના નામ પર સર્વસંમતિ આપી હતી.

  ચંડીગઢ: ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) પંજાબના નવા મુખ્યમંત્રી (Punjab New CM) હશે, પણ તેઓ ન તો કોંગ્રેસ હાઈકમાન્ડની (Congress Highcommand) પહેલી પસંદ હતા અને ન તો કોંગ્રેસ વિધાનસભા પક્ષે (CLP) તેમના નામ પર સર્વસંમતિ આપી હતી. પંજાબના પહેલા દલિત સીએમ તરીકે તેમનો ઉદય, કોંગ્રેસના વરિષ્ઠ (Congress Leaders) નેતાઓ દ્વારા શીખ વિરુદ્ધ હિન્દુ સીએમની લોબિંગ વચ્ચે આખો દિવસ ચાલેલા હંગામા અને નિરાશાનું પરિણામ હતું. જોકે, આ નિર્ણય બાદ કેટલાય નેતાઓએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે લગભગ 32% દલિત આબાદીવાળા રાજ્યમાં એક દલિતની મુખ્યમંત્રી (Dalit CM Chief Minister) તરીકે પસંદગી થવી એ ‘નક્કર રાજકીય નિર્ણય’ છે- જ્યારે તમામ વિરોધ પક્ષને લલચાવવાના પ્રયત્નો કરતા આવ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Elections) માટે અકાલી દળે (Akali Dal) બસપા (BSP) સાથે ગઠબંધન કર્યું છે. તેમણે જાહેરાત કરી હતી કે જો સત્તામાં આવશું તો દલિતને ઉપમુખ્યમંત્રી (Dalit Deputy CM) બનાવશું. બીજી તરફ આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) પણ દલિત વોટબેંકનો ટેકો છે. બીજેપીએ (BJP) પણ રાજ્યમાં સત્તા મળે તો દલિત મુખ્યમંત્રી (Dalit Chief Minister) બનાવવાનું વચન આપ્યું છે.

  પંજાબના એક કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘એ સ્પષ્ટ છે કે જ્યાં અન્ય દરેક પક્ષ એવી જાહેરાત કરી રહ્યા છે કે 2022માં તેમની સરકાર આવશે તો દલિતોને મહત્વનું સ્થાન આપવામાં આવશે, પણ અમે તો પહેલાં જ એવું કરી ચૂક્યા છીએ.’ ચન્નીને મુખ્યમંત્રી પદ આપવાની સાથે કોંગ્રેસ હાઈકમાન્ડે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને પાર્ટીના જાટ ચહેરા તરીકે આગળ આવવાની પરવાનગી આપીને તેમને નિયંત્રણમાં રાખવામાં આવે. પક્ષને આશા છે કે એક દલિતને મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયને પક્ષના જૂથવાદી નેતાઓ, કે જેમની નજર મુખ્યમંત્રીની ખુરશી પર હતી તેમના દ્વારા પડકારવામાં નહીં આવે.

  સુનીલ જાખડ હતા રાહુલ ગાંધીની પસંદગી

  આ પહેલાં જ્યારે મુખ્યમંત્રી પસંદગીની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે પંજાબમાં થોડી પણ રાજકીય વગ ધરાવતા નેતા પોતાના નામ માટે આખો દિવસ લોબિંગ કરતા રહ્યા. સૂત્રો મુજબ, શીખ વિરુદ્ધ હિન્દુનું સમીકરણ સામે આવ્યા પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલી પસંદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ હતા. જોકે, સિદ્ધુ જાખડને આ પદ દેવા માટે રાજી ન હતા, કદાચ એ ડરથી કે તેઓ એક નવા પાવર સેન્ટર તરીકે ઉભરી આવશે. જાખડના નામનો દિગ્ગજ નેતા અંબિકા સોનીએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે તેમને શુક્રવારે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાના આ વિરોધ અંગે જણાવી દીધું હતું.

  એવામાં એક સમજૂતી હેઠળ હાઈકમાન્ડે અંબિકા સોનીનો સંપર્ક કર્યો, જેમણે પ્રસ્તાવનો અસ્વીકાર કરી નાખ્યો. હકીકતમાં 79 વર્ષીય રાજ્યસભા સાંસદ, ગાંધી પરિવારના જૂના, વફાદાર અને તીવ્ર રાજકીય કુશળતા ધરાવતા અંબિકા સોનીએ પોતાના નિર્ણયને જાહેર કરીને હાઈકમાન્ડને પણ ચોંકાવી નાખ્યા. રાહુલ ગાંધીની મુલાકાત બાદ અંબિકા સોનીએ કહ્યું, ‘મેં ના પાડી દીધી છે. ચંડીગઢમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મહાસચિવ ત્યાં છે. બે નિરીક્ષકો પણ છે. તેઓ એકબીજાથી વાત કરી રહ્યા છે. બધા ધારાસભ્યોથી વાત કરી રહ્યા છે અને લેખિતમાં તેમના મત નોંધી રહ્યા છે.’

  ‘અંબિકા સોનીએ જાખડનું પત્તું કાપ્યું’

  અંબિકા સોનીએ કહ્યું કે, મુખ્યમંત્રી શીખ હોવો જોઈએ કેમ કે પંજાબ એકમાત્ર રાજ્ય છે જ્યાં સમુદાયનો કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે. અને એવામાં ફરી કોંગ્રેસમાં મુખ્યમંત્રી પસંદ કરવાની રમત શરૂ થઈ ગઈ. સવારે 11 વાગ્યે થનારી સીએલપીની બેઠક રદ કરવામાં આવી, કેમ કે સોનીની શીખ મુખ્યમંત્રીવાળી વાતને કારણે નવી ચર્ચાને વેગ મળ્યો. કેટલાંક નેતાઓએ દાવો કર્યો કે અંબિકા સોની, સુખવિન્દર સિંહ રંધાવા માટે લોબિંગ કરી રહ્યા છે. કેટલાંક આનાથી સહમત નહોતા. એક વરિષ્ઠ નેતાએ કહ્યું, ‘કોંગ્રેસના રાજકારણમાં જે થઈ રહ્યું છે, ઘણી વખત જે તમે જુઓ કે સાંભળો છો તેવું નથી હોતું, એનાથી વિપરીત હોય છે. સોનીની ટિપ્પણી જાખડને બહાર કરવા માટે અને શીખ નેતાને મુખ્યમંત્રી બનાવવા માટેની હતી.

  આ પણ વાંયો : Punjab New CM : ચરણજીત ચન્ની પંજાબના નવા 'કેપ્ટન', બે ડેપ્યુટી સીએમ સાથે લીધા મુખ્યમંત્રી પદના શપથ

  જણાવ્યું કે જો કોઈ દલિત આગામી મુખ્યમંત્રી બનશે તો તેમને કોઈ વાંધો નથી. વરિષ્ઠ નેતાએ કહ્યું, ‘રંધાવા જાખડની ઉમેદવારીના વિરોધમાં હતા, કહેતાં હતા કે એક હિન્દુએ શીખ બહુમતી ધરાવતા રાજ્યના સીએમ ન હોવું જોઈએ. સમજૂતીના ભાગરૂપે ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.’ આ દરમ્યાન જુલાઈમાં સિદ્ધુની પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પ્રમોશનના વિરોધ અને તત્કાલીન સીએમ અમરિન્દર સિંહનું સમર્થન કરવાવાળા કોંગ્રેસ સાંસદોએ રાજ્યના પૂર્વ પ્રમુખ પ્રતાપ સિંહ બાજવાના નિવાસ સ્થાને બેઠક કરી અને જાખડનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો.

  મુખ્યમંત્રીની રેસમાં મનીષ તિવારીનું નામ પણ સામે આવ્યું

  બાજવાને મુખ્યમંત્રી બનાવવાના સવાલ અંગે એક સાંસદે જણાવ્યું કે તેમને કોઈ સમસ્યા નથી. તો અન્ય એક સાંસદે કહ્યું કે, ‘જો એક હિન્દુને મુખ્યમંત્રી બનાવવો છે તો આનંદપુર સાહિબથી સાંસદ મનીષ તિવારી કેમ નહીં?’ સૂત્રોએ જણાવ્યું કે ધારાસભ્યો વચ્ચે પણ મતમતાંતર હતા. એકે દાવો કર્યો કે જાખડને ૩૮ વોટ મળ્યા, એ પછી રંધાવાને ૧૮ વોટ મળ્યા, અમરિન્દરના સાંસદ પત્ની પરનીત કૌરને ૧૨ અને સિદ્ધુને પાંચ વોટ મળ્યા. જેમ એ સ્પષ્ટ થઈ ગયું કે હાઈકમાન્ડ એક શીખ ઉમેદવારને જોતું હતું, રંધાવા સૌથી આગળ નીકળી ગયા. એ દરમ્યાન સિદ્ધુએ રંધાવા વિરુદ્ધ ટંગડી ફસાવી દીધી

  આ પણ વાંયો : Gujarat New CM: ગુજરાતમાં ફરી 'પાટીદાર પાવર,' નવા CM છે સરદારધામ, વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી

  સર્વસંમતિ ન થતાં અને સમય પૂરો થઈ જતાં હાઈકમાન્ડે ચન્નીના નામ અંગે વિચાર કર્યો. રિપોર્ટ મુજબ,કેટલાંય નેતાઓએ કહ્યું કે તેમને એ વાતની જાણકારી નથી કે તેમના નામનો પ્રસ્તાવ કોણે રાખ્યો હતો. તો એક નેતાએ કહ્યું કે આ એક ક્લાસિક હાઈકમાન ઓપરેશન છે. અરાજકતા અને ભ્રમની સ્થિતિ હશે અને અંતમાં કોંગ્રેસ અધ્યક્ષ કોઈને નોમિનેટ કરશે. એક અન્ય નેતાએ કહ્યું કે, વર્તમાન નાણામંત્રી મનપ્રીત બાદલ ચન્નીનું સમર્થન કરનાર એકમાત્ર નેતા છે.
  " isDesktop="true" id="1134876" >

  ચન્ની વિરુદ્ધ છેક સુધી લોબિંગ ચાલુ રહી

  સૂત્રોએ જણાવ્યું કે, લોકસભા સંસદ અને નિવૃત્ત આઈએએસ અધિકારી અમર સિંહનું નામ પણ સૂચવવામાં આવ્યું હતું. ફતેહગઢ સાહિબના સાંસદ અમર સિંહ દલિત છે, જેમને સિદ્ધુએ પોતાના એક સલાહકાર તરીકે નીમ્યા હતા. છેવટે રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને ગયા અને ચન્નીના નામ અંગે તેમની મંજૂરી લઈ લીધી. ત્યારબાદ તેમણે એઆઈસીસી મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલથી મીટીંગ કરી- અને એઆઈસીસી મહાસચિવ હરીશ રાવતને ચન્નીના સીએલપી નેતા બનવા અંગે જાહેરાત કરવાનું કહ્યું.

  રાવતે મીડિયાને કહ્યું કે ચન્નીના નામ પર સર્વસંમતિથી નિર્ણય કરવામાં આવ્યો છે પણ સૂત્રોનું કહેવું છે કે ચન્ની વિરુદ્ધ છેલ્લી ઘડી સુધી લોબિંગ ચાલી હતી. પંજાબ યુનિટ દ્વારા હાઈકમાન્ડને ઘણાં બધા ટેક્સ્ટ મેસેજ મૂકવામાં આવ્યા હતા.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Charanjit singh Channi, National news, Punjab New CM

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन