રેલવેએ કહ્યું કાર્યક્રમની કોઇ જાણકારી ન્હોતી, સ્થાનિક પ્રશાસને આ અંગે જવાબાદી લેવી જોઇએ

News18 Gujarati
Updated: October 20, 2018, 8:44 AM IST
રેલવેએ કહ્યું કાર્યક્રમની કોઇ જાણકારી ન્હોતી, સ્થાનિક પ્રશાસને આ અંગે જવાબાદી લેવી જોઇએ
અમૃતસર ટ્રેન દુર્ઘટનાનું ગ્રાફિક્સ

દશેરના દિવસે પંજાબના અમૃતસર પાસે એક ટ્રેન દુર્ઘટના ઘટી હતી. જેમાં આશરે 60થી વધુ લોકોના ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા

  • Share this:
દશેરના દિવસે પંજાબના અમૃતસર પાસે એક ટ્રેન દુર્ઘટના ઘટી હતી. જેમાં આશરે 60થી વધુ લોકોના ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે રેલવે તંત્ર દ્વાર ખુલાસો કરવામાં આવ્યો છે. રેલવેએ કહ્યું કે, પુતળા દહન જોવા માટે લોકો ટ્રેનના પાટા ઉપર એકત્ર થવું એ સ્પષ્ટરૂપથી અતિક્રમણનો માનલો હતો. અને આકાર્યક્રમ અંગે રેલવેએ કોઇ જ મંજૂરી આપી ન્હોતી.

અમૃતસર પ્રશાસન ઉપર આ દુર્ઘટનાની જવાબદારી ઢોળતા સત્તાવાર સુત્રોએ કહ્યું કે, સ્થાનિક અધિકારીઓને દશેરાનાકાર્યક્રમની જાણકારી હતી. જેમાં એક વરીષ્ઠ મંત્રીની પત્નીએ પણ હાજરી આપી હતી.

રેલવે અધિકારીઓએ કહ્યું કે, "અમને આ અંગે કોઇ જાણકારી આપી ન્હોતી. અમારી તરફથી કાર્યક્રમને લઇને કોઇ મંજૂરી આપવામાં આવી ન્હોતી. આ અતિક્રમણનો સ્પષ્ટ મામલો છે. સ્થાનિક પ્રશાસને આ અંગે જવાબાદી લેવી જોઇએ."

આટલી ભીડ હોવા છતાં રેલવે ચાલક દ્વારા ગાડી નહીં રોકવા ઉપર પણ સવાલ ઉઠાવવા ઉપર અધિકારીએ કહ્યું કે, "ખુબ જ ધૂમાડો હતો જેના કારણે ચાલકને કંઇ જ દેખાતું ન્હોતું અને ગાડી વળાંક ઉપર પણ હતી.

રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીએ કહ્યું કે, આ ઘટના રેલવેની મેઇન લાઇન ઉપર થઇ છે. જેમાં ટ્રેનએ નક્કી સ્પીડ ઉપર દોડી રહી હતી. ડીએમયુ ડ્રાઇવરે હોર્ન વગાડ્યો અને બ્રેક લગાવવાની કોશિશ પણ કરી હતી. જોકે, ડીએમયુને રોકવા માટે 625 મિટર પહેલા બ્રેક મારવી પડે. આ કારણે ડ્રાઇવર ટ્રેન રોકી ન શક્યો. લોહાનીએ કહ્યું કે, જે ટ્રેનથી દુર્ઘટના ઘટી તેને તે દરરોજ ચાલે છે. આ ટ્રેન દુર્ઘટનાનો કેસ નથી પરંતુ રેલવે ટ્રેક ઉપર અતિક્રમણનો મામલો છે. એટલા માટે રેલવે આ અંગે તપાસના આદેશ નહીં દે.
First published: October 20, 2018, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading