શંકાસ્પદ સંજોગોમાં પરિણીતાએ ફાંસી ખાઈને કરી આત્મહત્યા, સાસરિયાઓ ઉપર હત્યાનો આરોપ

શંકાસ્પદ સંજોગોમાં પરિણીતાએ ફાંસી ખાઈને કરી આત્મહત્યા, સાસરિયાઓ ઉપર હત્યાનો આરોપ
મૃતક મહિલાની તસવીર

મૃતક મહિલાના ભાઈએ સાસરિયાઓ ઉપર હત્યાનો આરોપ લગાવ્યો છે તો ગામના સરપંચોએ મહિલાની સુસાઈડ નોટમાં પિતાથી નારાજ હોવાની વાત જણાવી છે.

 • Share this:
  આશિષ શર્મા, બરનાળાઃ પંજાબના (Punjab) બરનાળા (barnala) જિલ્લાના ઘોરકોટ ગામમાં એક પરિણીત મહિલાએ શંકાસ્પદ (married woman) સંજોગોમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા (suicide) કરી દીધી હતી. જોકે, મૃતકના પરિવારે તેના સાસરિયાઓ ઉપર હત્યાનો આરોપ લગાવ્યો હતો. ગામના સરપંચના (sarpanch) જણાવ્યા પ્રમાણે મૃતક દ્વારા લખેલી સુસાઈડ નોટ (suicide note) મળી આવી છે. જેમાં તેના પિતા સામે નારાજગીથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ અંગે કાર્યવાહી હાથધરી છે.

  પરિણીતાની આત્મહત્યા અંગે ડીએસપી તાજા બલજીતસિંહ બ્રારે જણાવ્યું હતું કે, તેમને ઘટનાની જાણ થતાં જ એસ.એચ.ઓને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દેવાયા હતા. સ્થળ ઉપરથી પરિણીતાની લાશને પોસ્ટમોર્ટ માટે સરકારી હોસ્પિટલ બરનાલા મોકલી દેવાઈ હતી.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે મૃતકના ભાઈએ સાસરિયાઓ ઉપર તેની બહેનની હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ હાથધરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તપાસમાં જે પણ વ્યક્તિ દોષી મળશે તેની સામે કડક કાર્યવાહી હાથધરવામાં આવશે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ જેતપુરમાં હોળીના જ દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, મોટા ભાઈએ નાનાભાઈની કાતર વડે કરી હત્યા

  આ પણ વાંચોઃ-Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદનો 'બાહુબલી', 60 kgની ગુણ યુવક દાંતથી પકડીને 100 મીટર આરામથી ચાલી જાય છે, કેવી રીતે બન્યો 'શક્તિશાળી'?

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

  બીજી તરફ આ મામલે પંચાયતો અને ગ્રામજનો મૃતકના સાસરિયાઓની તરફેણમાં આવ્યા છે. ઘૂરકોટ ગામના સરપંત બલબીરસિંઘ અને પીરથા પટ્ટી ઠૂરોકોટના સરપંચ ગુરુસેવક સિંહે જણાવ્યું હતું કે, મૃતકના સાસરાવાળા ગામમાં ખૂબ પ્રભાવશાળી છે. અને આખું ગામ મૃતકાની સાસરિયાઓનું સન્માન કરે છે.  તેમણે કહ્યુ કે જ્યારે મૃતક મહિલાના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં લાશને નીચે ઉતારવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે થોડા સમય પછી મૃતકના હાથમાં એક હસ્તલિખિત સુસાઈડ નોટ મળી હતી. જેમાં આત્મહત્યા માટે તેના પિતા દોષી હોવાનું લખ્યું હતું.
  Published by:ankit patel
  First published:March 29, 2021, 21:04 pm

  ટૉપ ન્યૂઝ