ચંદીગઢ: જિલ્લા કોર્ટે મહિલા ટ્યૂટરને 14 વર્ષના કિશોર સાથે શારીરીક સંબંધ બનાવવા બદલ 10 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે સજા સાથે 37 વર્ષની મહિલા ટ્યૂટરને 10 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. વર્ષ 2018માં સેક્ટર-31ની પોલીસે આરોપી મહિલા ટ્યુટરની વિરુદ્ધ પાક્સો એક્ટ અંતર્ગત FIR નોંધાવી હતી. તે સમયે મહિલા ટ્યુટરની ઉંમર 34 વર્ષની હતી. પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતુ કે, વર્ષ 2018માં મહિલા ટીચરે 14 વર્ષના વિદ્યાર્થીની સાથે જબરજસ્તીથી 8 મહિના સુધી શારીરીક સંબંધ બનાવ્યો હતો. આ કારણે વિદ્યાર્થી પર અલગ-અલગ પ્રકારના દબાણ નાખવામાં આવ્યા.
બાળકની નાની બહેનને કાઢી દીધી હતી
મહિલા ટીચરના શોષણનો શિકાર થયેલો 14 વર્ષીય વિદ્યાર્થી તેની નાની બહેનની સાથે રામ દરબારમાં રહેતી મહિલા ટિચરને ત્યાં ટ્યુશને જતો હતો. અચાનક જ તે મહિલા શિક્ષકે તેની નાની બહેનને ટ્યુશનમાંથી કાઢી નાંખી હતી. જ્યારે બાળકના પરિવારે મહિલા શિક્ષકને આ અંગેનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે, તે વિદ્યાર્થીના અભ્યાસમાં અડચણ પેદા કરી રહી છે.
આઠ મહિના સુધી બાળકનું શારીરિક શોષણ કર્યુ
જે બાદ મહિલા ટીચરે વિદ્યાર્થીને એકલા ભણાવવાનું શરૂ કર્યું અને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. લગભગ 8 મહિના સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. મહિલા ટ્યૂટર વિદ્યાર્થી પર અલગ-અલગ પ્રકારનું દબાણ નાંખીને તેને શારિરીક સંબંધ બનાવવા મજબૂર કરતી હતી. મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે મહિલા ટ્યૂટરના ઉત્પીડનથી હેરાન થઈને વિદ્યાર્થીએ તેમના ત્યાં ટ્યૂશન જવાથી ઈન્કાર કર્યો અને પોતાના પરિવારને બધુ જણાવી દીધું. તે પછી વિદ્યાર્થીના વાલીએ સેક્ટર-31ના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી. વિદ્યાર્થીના માતા-પિતાની ફરિયાદ પછી પોલીસે સેક્ટર-31માં પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધીને મહિલા ટ્યૂટરની ધરપકડ કરી. છેલ્લા ત્રણ વર્ષથી આ કેસની સુનાવણી એડીજે સ્વાતિ સહગલની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહી હતી. જેમાં આ સજાની સુનાવણી કરવામાં આવી છે.
મહિલા બાળક સાથે અશ્લીલ ચેટિંગ કરી હતી
ફરિયાદમાં બાળકના પરિવારે નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, આ ટીચર તેમના બાળકો સાથે આખી રાત અશ્લીલ ચેટિંગ પણ કરતી હતી. પરિવારને પહેલા લાગ્યું કે, ટીચર રૂટીનમાં અભ્યાસને લઈને મેસેજ કરતી હશે પરંતુ જ્યારે તેમણે અશ્લીલ ચેટિંગ જોયું તો સાચી વાતનો ખ્યાલ આવ્યો.