આ ઘટનામાં બીએસએફના કેટલાક જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ છે. (ફાઇલ તસવીર)
Punjab: પંજાબના અમૃતસરમાં બીએસએફના હેડક્વાર્ટરમાં આ ઘટના બની હતી. આ ઘટના પર BSFએ નિવેદન જાહેર કર્યું છે. BSFએ કહ્યું છે કે આ ઘટના અમૃતસરના હેડક્વાર્ટર 144 બટાલિયન ખાસામાં બની હતી. આ ઘટનામાં ગોળીબાર કરનારા સતપ્પા સહિત 6 જવાન ઘાયલ થયા હતા.
પંજાબ (Punjab)ના અમૃતસર (Amritsar) સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) હેડક્વાર્ટરમાં એક જવાન ગુસ્સામાં આવી ગયો અને BSF હેડક્વાર્ટરમાં ગોળીબાર (Firing in BSF Headquarter) કર્યો હતો. આ ઘટનામાં ગોળી ચલાવનાર સહિત 5 જવાનોના મોત થયા છે. સાથે જ ઘાયલ જવાનની સારવાર ચાલી રહી છે. તેની હાલત ગંભીર છે. આ ઘટના બાદ ગોળી મારનાર સૈનિકે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું. ફાયરિંગ કરનાર આરોપી જવાનની ઓળખ મહારાષ્ટ્રના સુતપ્પા તરીકે થઈ છે.
આ ઘટના પર BSFએ નિવેદન જાહેર કર્યું છે. BSFએ કહ્યું છે કે આ ઘટના અમૃતસરના હેડક્વાર્ટર 144 બટાલિયન ખાસામાં બની હતી. આ ઘટનામાં ગોળીબાર કરનારા સતપ્પા સહિત 6 જવાન ઘાયલ થયા હતા. જેમાંથી પાંચના મોત થયા છે, જ્યારે એકની સારવાર ચાલી રહી છે. તેની હાલત ગંભીર છે. આ સાથે ઘટનાની કોર્ટ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જવાન ઓવરટાઇમ ડ્યુટીના કારણે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. એક રિપોર્ટ અનુસાર જવાનનો તેના અધિકારીઓ સાથે ડ્યૂટીના સમયને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ ગુસ્સે ભરાયેલા જવાને રવિવારે પરિસરમાં ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને અન્ય સૈનિકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા.
ત્યાં જ ન્યૂઝ 18ના અહેવાલ મુજબ લગભગ એક ડઝન સૈનિકો ઘાયલ થયા છે. બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અધિકારીઓ પણ આ મામલે હજુ કંઈ કહેવા તૈયાર નથી. મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. બીએસએફના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.
આ મામલે બીએસએફના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મળી શક્યા ન હતા. મીડિયા કર્મચારીઓને પણ હાલમાં પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નથી અને પોલીસ હોસ્પિટલની બહાર ભારે સુરક્ષા હેઠળ છે જ્યાં ઘાયલ જવાન સારવાર ચાલી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર