Kisaan Andolan : બેઠક પછી ખેડૂતોએ કહ્યું - આંદોલન યથાવત્ રહેશે, 3 ડિસેમ્બરે ફરી થશે વાતચીત

Kisaan Andolan : બેઠક પછી ખેડૂતોએ કહ્યું - આંદોલન યથાવત્ રહેશે, 3 ડિસેમ્બરે ફરી થશે વાતચીત
નવા કૃષિ કાયદા (New Agriculture Law 2020) સામે ચાર રાજ્યોના ખેડૂતો છેલ્લા પાંચ દિવસોથી દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

નવા કૃષિ કાયદા (New Agriculture Law 2020) સામે ચાર રાજ્યોના ખેડૂતો છેલ્લા પાંચ દિવસોથી દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : નવા કૃષિ કાયદા (New Agriculture Law 2020) સામે ચાર રાજ્યોના ખેડૂતો છેલ્લા પાંચ દિવસોથી દિલ્હીની સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendra Singh Tomar)ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા હતા. વિજ્ઞાન ભવનમાં સરકાર અને કિસાનો વચ્ચે વાતચીત થઈ હતી.  સરકાર તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ વાતચીતની આગેવાની કરી રહ્યા છે. તેમની સાથે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પીયુષ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા.

    સરકાર અને કિસાન નેતાઓની બેઠક પછી કિસાન નેતા રુલદ્રુ સિંહ મનસાએ કહ્યું કે અમે મોટી કમિટીની માંગણી કરી રહ્યા છીએ પણ સરકાર નાની કમિટી બનાવી રહી છે. જેથી આજની બેઠકમાં કોઈ નિર્ણય થયો નથી. હવે ફરીથી 3 તારીખે બેઠક થશે. બીજી તરફ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે બેઠક સારી રહી છે અને અમે નક્કી કર્યું છે કે 3 ડિસેમ્બરે ફરીથી વાતચીત થશે.



    બેઠકમાં સરકારે વિશ્વાસ જતાવ્યો છે કે આંદોલનકારી કિસાનો દ્વારા ઉઠાવેલા મુદ્દા પર વિચાર વિમર્શ કર્યા પછી જ કોઈ સમાધાન પર પહોંચશે. બેઠકમાં સરકાર કિસાનોને એમએસપી અને એપીએસી એક્ટને લઈને પ્રેઝન્ટેશન આપ્યું હતું. સરકારે કિસાન નેતાઓને કહ્યું કે તમે નવા કૃષિ કાયદા પર ચર્ચા માટે પોતાના સંગઠનથી 4-5 લોકોના નામ આપો અને એક કમિટીની રચના કરો. જેમાં સરકારના પ્રતિનિધિ અને કૃષિ વિશેષજ્ઞ પણ હશે. જોકે નવા કાયદાને સમજાવવા માટે કમિટી બનાવવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દીધો છે.

    કૃષિ વિભાગના સચિવ તરફથી જાહેર થયેલા આમંત્રણમાં 32 ખેડૂતોના નામ હતા. આ બધા પંજાબના નેતા હતા. તેઓ હરિયાણાના પોતાના સાથીઓના નામ પણ સામેલ કરવા માટે દબાણ બનાવવા લાગ્યા હતા. આ પછી હરિયાણાથી ગુરનામ ચંઢ્રની અને મધ્ય પ્રદેશના કિસાન નેતા શિવકુમાર શર્મા કક્કાજીના નામનો સમાવેશ કરાયો હતો.

    આ પણ વાંચો - PM Modi Varanasi Visit: કૃષિ કાનૂન પર PM મોદીએ કહ્યું- ખેડૂતોને આપવામાં આવ્યા નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ

    બીજી તરફ શાહીન બાગ એક્ટિવિસ્ટ બિલકિલ બાનોએ ખેડૂતોના વિરોધ પ્રદર્શનનું સમર્થન કર્યું છે. બિલકિલ બાનોએ કહ્યું છે કે અમે ખેડૂતોની પુત્રી છીએ. અમે ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન માટે જઈશું. અમે પોતાનો અવાજ ઉઠાવીશું અને સરકારે અમારી વાત સાંભળવી જોઈએ. જોકે પ્રદર્શનમાં પહોંચેલા દાદી બિલકિસ બાનોની પોલીસે અટકાયત કરી છે.

    નોંધનીય છે કે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આવનારા સમયમાં MSP વ્યવસ્થા સમાપ્ત થવાને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમને એવી આશંકા પણ છે કે આ કાયદાઓથી તેઓ ખાનગી કંપનીઓને આધીન થઈ જશે.
    Published by:Ashish Goyal
    First published:December 01, 2020, 16:50 pm