પંજાબ: પઠાણકોટનાં આર્મી કેમ્પનાં ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ ફાટ્યો, તપાસ શરૂ
પઠાણકોટમાં બ્લાસ્ટ
પંજાબનાં પઠાણકોટ બેઝ આર્મી કેમ્પનાં ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેટ ફાટ્યાનાં સમાચાર છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઇ જાનમાલનાં નુક્સાનની જાણકારી નથી. પઠાણકોટનાં SSP સુરેન્દ્ર લાંબાએ આ વાતની માહિતી આપી છે કે, CCTV પૂટેજ દ્વારા ઘટનાની માહિતી મેળવવામાં આવી રહી છે. આ મામલાની ગંભીરતાને જોતા ઘટના સ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે.
ચંદીગઢ: પંજાબનાં પઠાણકોટનાં આ્મી કેમ્પનાં ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ ફાટ્યાની ખબર છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઇ જાનમાલનાં નુક્સાનની જાણકારી નથી. પઠાણકોટનાં SSP સુરેન્દ્ર લાંબાએ આ વાતની માહિતી આપી છે કે, CCTV પૂટેજ દ્વારા ઘટનાની માહિતી મેળવવામાં આવી રહી છે. આ મામલાની ગંભીરતાને જોતા ઘટના સ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે.
Punjab | A grenade blast took place near Triveni Gate of an Army camp in Pathankot. Further investigation is underway. CCTVs footage will be probed: SSP Pathankot, Surendra Lamba pic.twitter.com/NsVSQxz0eF
જાણકારી મુજબ, પંજાબનાં પઠાણકોટનાં આર્મી કેમ્પનાં ત્રિવેણી ગેટ પાસે સોમવારની સવારે ગ્રેનેડ ફાટ્યાનાં સમાચાર મળ્યાં. ગ્રેનેડ બ્લાસ્ટની જાણકારી મળતા જ આલાઅધિકાીરઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તેઓ ધટના સ્થળની તપાસ કરી રહ્યાં છે. હાલમાં આ મામલે વધુ જાણકારી નથી મળી કે આ આતંકવાદી હુમલો છે કે, પછી અન્ય કંઇ. આ મામલાની ગંભીરતાને જોતા હાલમાં વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
સૂત્રોથી મળેલી માહિતી અનુસાર, પઠાણકોટનાં કાઠવાલા પુલથી ધીરા જતા રસ્તામાં આવતાં આર્મી કેમ્પનાં ત્રિવેણી ગેટ પર મોટર સાયકલથી આવેલાં હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યો હતો. ગ્રેનેડ ફાટ્યા બાદ ભારે ધડાકો સંભળાયો હતો.
જોકે ગ્રેનેડ જ્યાં ફાટ્યો ત્યાંથી ડ્યૂટી કરતો જવાન દૂર હતો. આ ઘટનામાં કોઇ જાનમાલનું નુક્શાનની માહિતી નતી. ગ્રેનેડ ફેક્યા બાદ હુમલાખોરો ક્યાં ગયા તેની જાણકારી હજુ મળી નથી.