સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપશે પંજાબ સરકાર

સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપશે પંજાબ સરકાર
સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપશે પંજાબ સરકાર

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ જાણકારી ટ્વિટ કરીને આપી

 • Share this:
  ચંદીગઢ : પંજાબ સરકારે (Punjab government) મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પંજાબ કેબિનેટે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત (Reservation to Women)આપવાનો નિર્ણય કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh)આ જાણકારી ટ્વિટ કરીને આપી છે. કેપ્ટને ટ્વિટ કર્યું હતું કે પંજાબની મહિલાઓ માટે આજે ઐતિહાસિક દિવસ છે કારણ કે અમારા મંત્રીપરિષદે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતને મંજૂરી આપી છે. મને વિશ્વાસ છે કે અમારી દીકરીઓને સશક્ત બનાવવામાં એક લાંબા રસ્તો નક્કી કરશે અને અધિક ન્યાયપૂર્ણ સમાજ બનાવવામાં મદદ કરશે.

  આ સાથે જ રાજ્ય સરકારે પંજાબ સિવિલ સેવા (રિઝર્વેશન ઓફ પોસ્ટ્સ ફોર વિમેન) નિયમ 2020ને મંજૂરી આપી છે. જેથી પદો પર સીધી ભરતી માટે મહિલાઓને અનામત આપી શકાય. આ અંતર્ગત મહિલાઓને સરકારી નોકરીઓમાં સીધી ભરતી, બોર્ડ્સ અને કોર્પોરેશનના ગ્રૂપ એ, બી, સી અને ડી ના પદો પર ભરતીમાં 33 ટકા અનામત આપવામાં આવશે.  આ પણ વાંચો - ભયાનક : દોઢ વર્ષથી ટોયલેટમાં પત્નીને રાખી કેદ, હાલત જોઈને આવી જશે દયા  પંજાબ સરકારે 19 ઓક્ટોબરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. પંજાબ સિવાય બિહારમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવામાં આવે છે.
  Published by:Ashish Goyal
  First published:October 14, 2020, 20:31 pm

  ટૉપ ન્યૂઝ