Home /News /national-international /સરબજીતની સગી બહેન નથી દલબીર કૌર! DNA ટેસ્ટ થશે

સરબજીતની સગી બહેન નથી દલબીર કૌર! DNA ટેસ્ટ થશે

દલબીર કૌર

પંજાબ સરકારના ગૃહ વિભાગને અમુક ફરિયાદો મળી છે, જેમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે શું ખરેખર દલબીર કૌર, સરબજીતની બહેન છે?

    પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બીજી મે, 2013ના રોજ માર્યા ગયેલા સરબજીત સિંઘની બહેન દલબીર કૌરનો પંજાબ સરકાર ડીએનએ ટેસ્ટ કરાવી શકે છે. દલબીર કૌરે પોતાની ભાઈની મુક્તિ માટે ખૂબ લાંબી ચળવળ ચલાવી હતી. સમાચાર પ્રમાણે પંજાબ સરકારના ગૃહ વિભાગને અમુક ફરિયાદો મળી છે, જેમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે શું ખરેખર દલબીર કૌર, સરબજીતની બહેન છે?

    મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે ગૃહ વિભાગે આ મામલે ડીજીપીને તપાસના આદેશ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 13 જેટલા લોકો તરફથી આ મામલે ગૃહ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં લાતૂર સ્થિત અખિલ ભારતીય ભ્રષ્ટાચાર નિર્મૂલન સંઘર્ષ સમિતિના અધ્યક્ષ પ્રદીપ પાટિલ સામેલ છે, જેમણે ફરિયાદમાં ડીએનએ ટેસ્ટની માંગણી કરી છે.

    આ અંગે ન્યૂઝ18ના સંવાદદાતાએ જ્યારે દલબીર કૌરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ કેસ કોર્ટમાં હોવાનો હવાલો આપીને ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

    નોંધનીય છે કે 49 વર્ષીય સરબજીત સિંઘનું લાહૌર સ્થિત કોટ લખપત જેલમાં કથિત રીતે સાથી કેદીઓએ માર માર્યા બાદ મોત થયું હતું.

    સરબજીત સિંહ ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયા હતા. પાકિસ્તાની આર્મીએ તેમની ધરપકડ કરી લીધી હતી. તેમને લાહોર બ્લાસ્ટના આરોપી બનાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આવું ઓળખાણને કારણે થયું હતું. સરબજીતે અનેક વિનંતી કરી હતી કે તેનું નામ મંજીત નથી અને તેણે કોઈ જ બ્લાસ્ટ નથી કર્યો. જોકે, કોઈએ તેમનું સાંભળ્યું ન હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: DNA

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन