ખેડૂતોના સમર્થનમાં ‘એવોર્ડ વાપસી’, પ્રકાશ સિંહ બાદલ અને ઢીંઢસાએ પરત કર્યા પદ્મ સન્માન

ખેડૂતોના સમર્થનમાં ‘એવોર્ડ વાપસી’, પ્રકાશ સિંહ બાદલ અને ઢીંઢસાએ પરત કર્યા પદ્મ સન્માન
પ્રકાશ સિંહ બાદલને પદ્મ વિભૂષણથી સન્માનિત કરતાં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (ફાઇલ તસવીર)

પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાના પત્ર લખીને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો અને સન્માન પરત કર્યું

  • Share this:
    નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરોધમાં દેશમાં ખેડૂતો મોટાપાયે આંદોલન (Farmers Protest) કરી રહ્યા છે અને હવે તે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. આ દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળ (Akali Dal)ના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલ (Prakash Singh Badal)એ કૃષિ કાયદાઓની વિરોધમાં પોતાનું પદ્મ વિભૂષણ (Padma Vibhushan) સન્માન પરત કરી દીધું છે. બીજી તરફ, અકાલી દલના નેતા રહેલા સુખદેવ સિંહ ઢીંસસા (Sukhdev Singh Dhindsa)એ પણ પોતાના પદ્મ ભૂષણ (Padma Bhushan) સન્માનને પરત કરવાની વાત કહી છે.

    પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramanath Kovind)ને લગભગ ત્રણ પાનાના પત્ર લખીને કૃષિ કાયદાઓનો (Agriculture Laws) વિરોધ કર્યો, ખેડૂતો પર એક્શનની નિંદા કરી અને તેની સાથે જ પોતાનું સન્માન પરત કર્યું છે.



    આ પણ વાંચો, પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ ગુલાટી, ધોરણ-5 પછી છોડી દીધી હતી સ્કૂલ

    પોતાનો પદ્મ વિભૂષણ સન્માન પરત કરતાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે લખ્યું કે, હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુરબાન કરવા માટે મારી પાસે બીજું કંઈ નથી. હું જે પણ છું તે ખેડૂતોના કારણે છું. એવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે તો કોઈ પ્રકાના સન્માન રાખવાનો કોઈ ફાયદો નથી.

    પ્રકાશ સિંહ બાદલે વધુમાં લખ્યું કે ખેડૂતોની સાથે જે રીતની છેતરપિંડી કરવામાં આવી છે તેનાથી ખૂબ જ દુઃખી છું. ખેડૂતોના આંદોલનને જે રીતે ખોટા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી રહી છે, તે દુખદ છે.

    આ પણ વાંચો, HDFC Bank પર RBIના પ્રતિબંધનો શું છે અર્થ? ગ્રાહકો પર શું પડશે અસર?

    હરસિમરત કૌર બાદલ પણ આપી ચૂકી છે રાજીનામું

    નોંધનીય છે કે, આ પહેલા પણ બાદલ પરિવાર તરફથી કૃષિ કાયદાનો મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું અને કેન્દ્રના નવા કાયદાને ખેડૂતોની સાથે મોટી છેતરપિંડી ગણાવી હતી. આ ઉપરાંત સુખબીર બાદલે અકાલી દળનું NDA સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરીને પંજાબ ચૂંટણીમાં એકલા જ લડવાની વાત કહી હતી.

    ઉલ્લેખનીય છે કે અકાલી દળ પંજાબમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહ્યું છે. જોકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ અકાલી દળ પર હુમલાઓ કરતા રહે છે અને અકાલી દળને ઘેરતા રહે છે. અમરિંદર સિંહે આરોપ લગાવ્યો હતો કે જ્યારે અકાલી દળ કેન્દ્ર સરકારમાં સામેલ હતું, ત્યારે આ કાયદો તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તમે વિરોધ કેમ નહોતો નોંધાવ્યો.
    Published by:Mrunal Bhojak
    First published:December 03, 2020, 13:39 pm

    टॉप स्टोरीज