Home /News /national-international /

swine flu death: પંજાબમાં સ્વાઈન ફ્લૂથી ભાજપના નેતાનું મોત, કોરોના અને ડેંગ્યૂ વચ્ચે સામે આવ્યો પહેલો ડેથ કેસ

swine flu death: પંજાબમાં સ્વાઈન ફ્લૂથી ભાજપના નેતાનું મોત, કોરોના અને ડેંગ્યૂ વચ્ચે સામે આવ્યો પહેલો ડેથ કેસ

બીજેપી નેતા સંદિપ કપૂર

Punjab first Swine flu death: પંજાબમાં સ્વાઈમ ફ્લૂના અત્યાર સુધીમાં ત્રણ દર્દીઓની પુષ્ટી થઈ છે. સ્ટેટ એપીડિમોલોજિસ્ટ ડો. ગગનદીપ ગ્રોવરે ભાજપના નેતાના મોતની પુષ્ટી કરી છે.

    લુધિયાણાઃ પંજાબમાં (Punjab) કોરોના વાયરસ (coronavirus) અને ડેંગ્યુ (Dengue) જેવી બીમારી વકરી રહી છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે પંજાબના લુધિયાણામાં સ્વાઈન ફ્લૂએ (Swine flu) પણ દસ્તક દીધી છે. અહીં સ્વાઈન ફ્લૂથી ભાજપના નેતા સંદીપ કપૂરનું મોત થયું છે. પંજાબમાં સ્વાઈમ ફ્લૂના અત્યાર સુધીમાં ત્રણ દર્દીઓની પુષ્ટી થઈ છે. સ્ટેટ એપીડિમોલોજિસ્ટ ડો. ગગનદીપ ગ્રોવરે ભાજપના નેતાના મોતની પુષ્ટી કરી છે.

    જિલ્લામાં સ્વાઈન ફ્લૂથી પહેલું મોત થયાની પુષ્ટી કરી હતી. સંદીપ કપૂર ડીએમસી હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી દાખલ હતા. 17 જૂને તેમનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્ય બે દર્દીઓ - 52 વર્ષીય પંજાબ માતા નગર નિવાસી અને 67 વર્ષીય દુર્ગાપુરી નિવાસી - હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની સારવાર હેઠળ છે. તેઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ત્રણેય દર્દીઓને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓ લક્ષણો ધરાવતા હતા. કપુરે એડમિશન સમયે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી.

    લુધિયાણાના સિવિલ સર્જન ડૉ. એસ.પી. સિંહે જણાવ્યું હતું કે, “દર્દીના તાત્કાલિક સંપર્કમાં આવેલા તમામ લોકોને પ્રોફીલેક્ટીક સારવાર આપવામાં આવી હતી. તેઓ સંક્રમિત હોવાનું જણાયું નથી.” જીવલેણ ફ્લૂથી પીડિત કોઈપણ દર્દીની મુસાફરીનો ઇતિહાસ નહોતો. આરોગ્ય વિભાગના અધિકારીઓને શંકા છે કે કપૂર સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોઈ શકે છે.

    KVM સ્કૂલ પાસેના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કારમાં સ્થાનિકો, ભાજપના કાર્યકર્તાઓ અને કાનૂની સમુદાયના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વાયરસની મોસમમાં ફેરફારથી આરોગ્ય વિભાગના અધિકારીઓ ચિંતિત છે. “સામાન્ય રીતે, ઑક્ટોબર અને માર્ચમાં સ્વાઈન ફ્લૂના કેસ નોંધાય છે. અમે હોસ્પિટલમાંથી દર્દીના આરોગ્ય રેકોર્ડની માંગણી કરી છે અને આ બાબતની તપાસ કરી રહ્યા છીએ, ”ડૉ સિંઘે કહ્યું. આરોગ્ય વિભાગના એક અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે એવી શંકા છે કે વાયરસમાં પરિવર્તન થયું હશે, જે ઉનાળામાં ટ્રાન્સમિશનમાં મદદ કરી રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-Uddhav thackeray FB live: ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, 'હું CM પદ છોડવા તૈયાર, નારાજ ધારાસભ્યો સામે આવે''

    સિવિલ સર્જને લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને ચેપના ફેલાવાને રોકવા માટે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે. જિલ્લામાં 2020 માં 68 કેસ અને પાંચ મૃત્યુ નોંધાયા હતા, ત્રણ કેસ અને 2021 માં કોઈ મૃત્યુ નોંધાયા ન હતા.

    આ પણ વાંચોઃ-નાગપુર પહોંચેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનો આરોપ- મને સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યો હતો

    કોરોના સંક્રમણના લક્ષણથી મળતા આવે છે સ્વાઈન ફ્લૂના લક્ષણ
    સ્વાઈન ફ્લૂના લક્ષણપણ કોરોનાના લક્ષણોથી મળતા આવે છે. જેમાં ખાંસી, કફ, ગળામાં દુઃખાવો, નાખમાં પાણી આવવું, કેટલાક લોકોને ફેફસામાં ઈન્ફેક્શન થવા પર શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો આ પ્રકારના લક્ષણો દેખાય તો તેઓ સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવી શકે છે. કોરોના તપાસ પણ કરાવી શકે છે. આ ઉપરાંત જેવી રીતે કોવીડમાં વેક્સીન આપવામાં આવે છે. એવી રીતે સ્વાઈન ફ્લૂમાં ઈફ્લૂઝા વેક્સીન આપવામાં આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Swine flu

    આગામી સમાચાર