પંજાબ : તરત તારનમાં કીર્તન દરમિયાન ધમાકો, SSPની સ્પષ્ટતા 15 નહીં 2 લોકોના મોત

News18 Gujarati
Updated: February 8, 2020, 7:39 PM IST
પંજાબ : તરત તારનમાં કીર્તન દરમિયાન ધમાકો, SSPની સ્પષ્ટતા 15 નહીં 2 લોકોના મોત
પંજાબ : તરત તારનમાં કીર્તન દરમિયાન ધમાકો

બાબા દીપ સિંહ જી ના જન્મ દિવસ પ્રસંગે નગર કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Share this:
તરન તારન : પંજાબના તરન તારનમાં એક નગર કીર્તન દરમિયાન શનિવારે અચાનક જોરદાર ધમાકો થયો હતો. જેમાં 2 લોકોના મોત થયા છે. પહેલા પોલીસના નિવેદન પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ દુર્ઘટનામાં 14 થી 15 લોકોના મોત થયા છે. તરનતારના SSP ધ્રૂવ દહિયાએ પોતાના શરુઆતના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમને સ્થાનિક લોકોએ જાણકારી આપી હતી કે 14 થી 15 યુવકો આ ધમાકાની ચપેટમાં આવી ગયા છે. જોકે હાલ લગભગ 15 થી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે અને 9 લોકો ગંભીર રુપથી ઇજાગ્રસ્ત છે. આ સિવાય ત્રણ-ચાર લોકોને મામુલી ઇજા પહોંચી છે.

પંજાબ પોલીસ એ તપાસ કરી રહી છે કે આતિશબાજી સાથે ટ્રેકટર ટ્રોલીમાં પોટેશિયમ કયા કારણે લઈને જવાતો હતો. બાબા દીપ સિંહ જી ના જન્મ દિવસ પ્રસંગે નગર કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે આ ભયાનક દુર્ઘટના બની હતી. ઘટના પછી કીર્તનમાં અફરા-તફરા મચી ગઈ હતી.

આ પણ વાંચો - Delhi Exit Poll Result 2020 : દિલ્હીમાં ફરી બની શકે છે આપ સરકારપંજાબ પોલીસે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું છે કે નગર કીર્તન દરમિયાન આ દારુખાનું એક ટ્રેક્ટર-ટ્રોલીમાં લઈ જવામાં આવી રહ્યું હતું.
First published: February 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading