પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં (Punjab Assembly Elections) આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને (Bhagwant Mann) ગુરુવારે કહ્યું કે તેઓ શહીદ ભગત સિંહ (Bhagat singh) ના ગામ ખટકરકલા ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ધુરી સીટ જીત્યા બાદ તેમણે કહ્યું હતું કે, હું રાજભવનમાં નહીં પણ ભગતસિંહના ખટકરકલાં ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લઈશ.
આ સાથે તેમણે કહ્યું કે કોઈપણ સરકારી ઓફિસમાં સીએમની તસવીર નહીં હોય, પરંતુ તેની જગ્યાએ શહીદ ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો લગાવવામાં આવશે. માનને ધુરી બેઠક પર 58,206 મતોથી જીત મળી છે.
ભગવંત માને વધુમાં કહ્યું, "અમે ખાતરી કરીશું કે યુવાનોને વિદેશ જવાની જરૂર નથી.. એક મહિનાની અંદર, તમે ફેરફારો જોશો." વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “વૃદ્ધ બાદલ હારી ગયા… કેપ્ટન (અમરિન્દર સિંહ) સાહેબ પણ હારી ગયા, મજીઠિયા પણ હારી રહ્યા છે. ચન્ની બંને સીટ પરથી હારી ગયા છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં પૂર્ણ બહુમતી સાથે આમ આદમી પાર્ટી ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામો અનુસાર હવે દિલ્હીની બહાર બીજા રાજ્ય પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.
પંજાબના ચૂંટણી પરિણામોના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. તે 90 બેઠકો પર આગળ છે, જ્યારે સત્તાધારી કોંગ્રેસ ગઠબંધન 18 બેઠકો પર આગળ છે. 117 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 59 બેઠકો છે.
દિગ્ગજ નેતાઓ હાર્યા
જણાવી દઇએ કે, પંજાબમાં (Punjab)આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party)જોરદાર લહેર જોવા મળી રહી છે. 117 સીટો પરથી 91 સીટો પર આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી છે. આપની જોરદાર લહેરમાં પંજાબના ઘણા દિગ્ગજોનો પરાજય થયો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ (Parkash Singh Badal), કેપ્ટન અમરિંદર સિંહ (Capt Amarinder Singh), પંજાબના કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ, (Navjot Sidhu), અકાલી દળના નેતા વિક્રમ મજેઠીયા, સુખવિંદર સિંહ બાદલનો પરાજય થયો છે. આ સિવાય મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો (Charanjit Channi)બન્ને સીટો પરથી પરાજય થયો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર