Punjab Election Results 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં (Punjab Assembly election Result)માં આમ આદમી પાર્ટીની (Aam Adami Party)ની ભવ્ય જીત થઈ રહી છે. આમ આદમી પાર્ટી 90 કરતા વધુ સીટ જીતી સરકાર બનાવે તેવા એંધાણ. અરવિંદ કેજરીવાલે આ જીતને ઈન્કલાબ ગણાવ્યો છે. દિલ્હી આપ મુખ્યાલય ખાતેથી આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીએ આ જીતને આમ આદમી પાર્ટીની જીત ગણાવી છે. આપની પંજાબની જીતમાં મોટા અપસેટ સર્જાયા છે. પંજાબના સિટીંગ મુખ્યમંત્રી ચરણજીતસિંઘ ચન્ની (charanjit singh Channi)ની આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હાર થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દર સિંઘ (Captain Amrinder Singh) પ્રકાશસિંઘ બાદલ (Prakash singh Badal)ની પણ હાર થઈ છે.
આપના અપસેટ સર્જાનાર ખેલાડી મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે
અરવિંદ કેજરીવાલે કહ્યું, 'આમ આદમી જાગી જાય તો શું કરી શકે તેનું આ ઉદાહરણ છે.આ જીત પંજાબના આમ આદમીઓની જીત છે મોટી મોટી હસ્તીઓ હારી ગઈ છે. પંજાબના લોકોએ બહુ મોટો ઈન્કલાબ કર્યો છે. પંજાબના સીએમ ચરણજીત સિંઘ ચન્નીને ભગોર સીટ (Bhadaur Assembly Election Result) પરથી હરાવનાર ઉમેદવાર લાભ સિંઘ ઉગોકે સામાન્ય માણસ છે. લાભ સિંઘના પિતા ડ્રાઇવર છે માતા શાળામાં સફાઈકામદાર છે આ ઉમેદવારે ચન્નીને હરાવ્યા છે. વિચારો તમે પંજાબમાં કેવી ક્રાંતિ થઈ છે.'
'સિદ્ધુ અને ચર્ચિત મજીઠિયાને હરાવનાર ઉમેદવાર સામાન્ય યુવતી છે'
કેજરીવાલે કહ્યું કે આવો જ અપસેટ અમૃતસર ઈસ્ટ સીટ પર પણ થયો છે. નવજોત સિંઘ સિદ્ધુ અને વિક્રમસિંહ મજીઠિયાને હરાવનાર ઉમેદવાર જીવન જ્યોત કોર આપણી પાર્ટીની સામાન્ય યુવતી છે. વિચારો આ ક્રાંતિ મપણ કેવી છે.
વિદેશથી લોકો મેડિકલ ભણવા ભારત આવશે
કેજરીવાલે કહ્યું દેશમાં એવી સ્થિતિ છે કે મેડિકલ કોલેજોની સંખથ્યા પૂરતી નથી તેથી વિદ્યાર્થીઓને યુક્રેન જવું પડે છે. આપણે ભારતમાં એવી કોલેજો બનાવીશું કે લોકો યુક્રેનથી ભારત ભણવા માટે આવે. આપણે સ્કૂલો બનાવીશું. કોલેજો બનાવીશું.
" isDesktop="true" id="1187528" >
ભગતસિંહે કહ્યું હતું આઝાદીથી નહીં ચાલે સિસ્ટમ બદલવી પડશે
કેજરીવાલે ભગતસિંહને યાદ કરતા કહ્યું કે ભગતસિંહ કહેતા હતા કે ફક્ત આઝાદી મળી જવાથી કામ નહીં ચાલે. આ અંગ્રેજોની સિસ્ટમ બદલવી પડશે.દેશમાં આઝાદી તો મળી ગઈ પરંતુ અંગ્રેજોની સિસ્ટમથી આઝાદી મળી નથી. આપણે ઈન્કલાબ કરવાનો છે. આ લોકો બધા ભેગા મળીને આપણને રોકશે પરંતુ જ્યારે આમ આદમી જાગી જાય છે ત્યારે લેવાના દેવા પડી જાય છે.]
હું આજે તમામ લોકોને અપીલ કરું છું કે આપણે નફરતની રાજનીતિ કરવાની નથી. આપણે પ્રેમની ભાઈચારાની રાજનીતિ કરવાની છે. આપણે કોઈની સાથે ગેરવર્તણૂક કરવાની નથી. સૌને સાથે લઈને ભારતને નંબર વન બનાવવાનો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર