Home /News /national-international /

Punjab Election Results 2022: પંજાબમાં AAPની સુનામી, વલણમાં ચન્ની સહિત 2 પૂર્વ CM પાછળ

Punjab Election Results 2022: પંજાબમાં AAPની સુનામી, વલણમાં ચન્ની સહિત 2 પૂર્વ CM પાછળ

વર્તમાન સીએમ ચન્ની સહિત કુલ 3 પૂર્વ સીએમ પાછળ ચાલી રહ્યા છે.

Punjab Election Results 2022 LIVE : પંજાબમાં પૂર્વ મુખ્યમંત્રીઓ સામે પણ ગાજ પડી, પાંચવાર મુ્ખ્યમંત્રી બનેલા પ્રકાશ સિંઘ બાદલ પણ હારી જાય તો નવાઈ નહીં, નવજોત સિંઘ સિદ્ધુ પણ રેસમાં ત્રીજા નંબર

  Punjab Election Results 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Punjab Election Assembly 2022) લગભગ નક્કી છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં આમ આદમી પાર્ટી (AAP)ને ભવ્ય જીત મળી રહી છે. આમ આદમી પાર્ટી કરતાં વધુ સીટ પર આગળ છે. પંજાબમાં 117 સીટોના પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ છે. આસક્થિતિમાં પંજાહબમાં આમ આદમી પાર્ટીની વલણમાં સરકાર બની રહી છે. જોકે, પંજાબમાં સૌથી મોટો અપસેટ થાય તો પણ નવાઈ નહીં. પંજાબના પોસ્ટલ બેલેટના વલણમાં મોટા દિગ્ગજો હારી રહ્યા છે.

  પંજાબમાં પોસ્ટલ બેલેટના વલણમાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ પટિયાલાથી 6,000 વોટથી પાછળ તાલી રહ્યા છે તેમની સામે આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે

  આ પણ વાંચો : Punjab Exit Poll Result 2022: ટારગેટ મહાપોલ અનુસાર પંજાબમાં AAPનું વર્ચસ્વ, કોંગ્રેસ 26 સીટોમાં સમેટાઇ

  નવજોત સિંઘ સિદ્ધુ પણ પાછળ

  પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંઘ સિદ્ધુ અમૃતસર પૂર્વની બેઠક પરથી પાછળ તચાલી રહ્યા છે. સિદ્ધનું સામે આપની જીવન જ્યોત કૌર 5,999 બેઠક

  ચરણજિત સિંઘ ચન્ની પણ પાછળ

  પોસ્ટલ બેલેટના વલણમાં પંજાબ કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજિત સિંઘ ચન્ની ચમકોર સાહિબ અને બીજી બેઠકથી પાછળ ચાલી રહ્યા છે. આ મોટો અપસેટ કહી શકાય. આપની સુનામી મુખ્યમંત્રી પણ બચી શકે એમ નથી.

  પ્રકાશસિંઘ બાદલ પણ પાછળ

  અહેવાલો મુજબ પ્રાથમિક વલણમાં પાંચ પાંચવાર પંજાબના મુખ્યમંત્રી રહી ચુકેલા પ્રકાશસિંઘ બાદલ પણ પંજાબમાં પાછળ ચાલી રહ્યા છે અને તેમની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

  જાબનું વોટિંગ : પંજાબની તમામ 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેમાં 72 ટકા જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે સૌથી ઓછું મતદાન નોંધાયું છે. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 77.40 ટકા મતદાન થયું હતું, જ્યારે 2007માં તે 75.45 અને 2012માં 78.20 ટકા હતું. જો કે, 2002ની ચૂંટણીમાં મતદાન ખૂબ જ ઓછું હતું અને તે માત્ર 65.14 ટકા હતું.

  પંજાબમાં કેટલા મતદારો છે?

  રાજ્યમાં 81,33,930 પુરુષ મતદારો, 73,35,406 સ્ત્રી મતદારો અને 282 ત્રીજા લિંગના મતદારો નોંધાયેલા છે. રાજ્યની તમામ વિધાનસભા બેઠકોમાંથી મુક્તસર જિલ્લાની ગિદ્દરબાહા બેઠક પર સૌથી વધુ 84.93 ટકા મતદાન નોંધાયું હતું અને અમૃતસર પશ્ચિમ બેઠક પર સૌથી ઓછું 55.40 ટકા મતદાન નોંધાયું હતું.

  કઈ સીટ પર મોટા ચહેરાઓ હતા ચૂંટણી મેદાનમાં?

  પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુ તેમની જૂની બેઠક અમૃતસર પૂર્વથી ચૂંટણી મેદાનમાં છે. સીએમ ચરણજીત ચન્ની પણ તેમની ચમકૌર સાહિબ અને ભદૌર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભગવંત માનને ધુરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

  આ પણ વાંચો :  Punjab Election Results 2022: પંજાબમાં પોસ્ટલ બેલેટમાં આપ આગળ, કોંગ્રેસ ધકેલાઈ પાછળ

  ત્યાં જ કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પટિયાલા અર્બન સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. ડ્રગ્સ કેસમાં ફસાયેલા બિક્રમ સિંહ મજીઠિયાએ નવજોત સિંહ સિદ્ધુના પડકારને ધ્યાનમાં લઈને અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી છે. બીજી તરફ SAD ચીફ સુખબીર બાદલ આ વખતે જલાલાબાદ સીટ પરથી ચૂંટણી લડ્યા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Assembly Election Results, Election Results 2022

  આગામી સમાચાર