Bhagwant Mann Profile : પંજાબમાં પ્રચંડ જીત બાદ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ભગવંત માન આગામી મુખ્યમંત્રી (Punjab CM) બનવા જઈ રહ્યા છે. ભગવંત માન પંજાબમાં આપની પ્રથમ જીત સાથે આપને રાષ્ટ્રીય રાજકીય (National politics) પ્રવાહમાં આગળ વધારવાના પ્રયાસ કરે છે. અત્યારે આપ કુલ 117માંથી 90થી વધુ બેઠકો પર આગળ છે. આપના તમામ ઉમેદવારોમાંથી મુખ્યમંત્રીનો ચહેરો ગણાતા માન સૌથી મોટા માર્જિનથી આગળ ચાલી રહ્યા છે. અત્યારે માન માટે ઉજવણી કરવાનો સમય છે, પણ હાસ્ય કલાકારમાંથી રાજકારણી બનેલાની માનની રાજકીય સફર સરળ નહોતી.
વર્ષો પહેલા પંજાબના એન્ટરટેઇનર ભગવંત માને (Bhagwant Mann) નેશનલ ટેલિવિઝન પર પગ મૂક્યો, ત્યારે તેમના કોમેડી શોને કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુએ જજ કર્યો હતો. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ તેમના મજબૂત વિરોધીઓમાંના એક રહ્યા છે.
દારૂના કારણે વિવાદમાં રહ્યા
ભગવંત માન માટે ચૂંટણી દરમિયાન દારૂ સૌથી મોટો પડકાર હતો. પંજાબમાં આપ તરફ લોકોનું પ્રચંડ સમર્થન હતું. જે માનના કારણે હતું. દારૂને લઈ માન સામે ઘણા આક્ષેપો થયા છે. તેઓ કથિત રીતે અનેક પ્રસંગોએ દારૂના નશામાં જોવા મળ્યા હતા.
વર્ષ 2015માં ભગવંત માનનો ફરીદકોટમાં શોકસભામાં કથિત રીતે દારૂ પીને હાજરી આપતો વિડીયો વાયરલ થયો હતો. આ ઉપરાંત માનના લોકસભાના ભાષણનો વધુ એક વિડીયો 2019માં વાયરલ થયો હતો, જેમાં તે કથિત રીતે દારૂના નશામાં હતા. ત્યારે ભાજપે તેમનો નાર્કોટિક્સ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.
આપમાંથી ટિકિટ મેળવતા પહેલા માનએ દારૂ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સ્ટેજ પર હાજર કેજરીવાલે તેમના આ નિર્ણય પર તેમને અભિનંદન પાઠવ્યા હતા. અલબત્ત, કોંગ્રેસ અને ભાજપ બંને અવારનવાર ભગવંત માન પર પોતાનું વચન પાળવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, આ જીત બાદ પંજાબ આપના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આપ પાર્ટીના સભ્યોને સંબોધનમાં કહ્યું હતું કે હવે પંજાબની ઓળખ ઉડતા પંજાબથી બદલીને રંગલા પંજાબ થઈ જશે
માન આપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારનો ચહેરો કઈ રીતે બન્યા?
માન લાંબા સમયથી આપ સાથે સંકળાયેલા છે, જો કે આપના પંજાબના સીએમ પદના ઉમેદવાર તરીકે તેમની પસંદગી સામાન્ય માણસ તરીકે થઈ હતી. દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો કેજરીવાલે હતું કે, સામાન્ય લોકોમાં મતદાન કરાવ્યા પછી માનની પસંદગી કરવામાં આવી હતી. પાર્ટીના ખાસ 'જનતા ચુનેગી અપના સીએમ' ઉમેદવાર અભિયાન દરમિયાન ફોન કોલ, SMS અને વોટ્સએપ મેસેજ દ્વારા મત આપવામાં આવ્યા હતા. કેજરીવાલે જાહેરાત કરી હતી કે 93 ટકા લોકોએ તેમની તરફેણમાં મત આપ્યો હોવાથી માન જીત્યા હતા.
પહેલા શું કરતા હતા ભગવંત માન?
રાજકારણમાં પ્રવેશતા પહેલા માનએ ઘણા વર્ષો સુધી પંજાબના મનોરંજન ઉદ્યોગમાં કામ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ કાચી હતી. તે 1994માં રિલીઝ થઈ હતી. ભગવંત માન 2000ના દાયકાના અંતમાં આવેલા સ્ટેન્ડ-અપ કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં દેખાયા હતા. જો કે, તેઓ હવે હાસ્ય કલાકારની પોતાની છબી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં ભગવંત માને પોતાની જાતને વ્યવસાયે રાજકારણી તરીકે ઓળખ આપી છે.
" isDesktop="true" id="1187483" >
રાજકારણી તરીકેના તેઓ સંસદમાં પંજાબ વિશે અનેક વખત અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે. તેમણે થોડા સમય પહેલા વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો હતો અને તેમણે કૃષિ કાયદાઓ પર ભાષણ આપ્યું હતું. તેઓએ કૃષિ કાયદાઓને નાબૂદ કરવાની માંગ કરી હતી. રાજ્યના અનેક વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં અટવાઈ ગયા ત્યારે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે તેમણે પંજાબની શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓની ઝાટકણી કાઢી હતી.
તેઓ સંગરુરના છે અને કોલેજ ડ્રોપઆઉટ છે. તેઓ હંમેશા પીળી પાઘડી પહેરે છે અને પોતાને ભગતસિંહના પ્રખર અનુયાયી ગણાવે છે. તેમની કુલ જાહેર સંપત્તિ 2 કરોડ રૂપિયા છે. જેમાં મુવેબલ સંપત્તિમાં રૂ. 48.1 લાખ અને સ્થિર સંપત્તિ તરીકે રૂ. 1.5 કરોડનો સમાવેશ થાય છે. તેમની કુલ જાહેર આવક 18.3 લાખ રૂપિયા છે. ભગવંત માનની કુલ લાયબીલીટી 30.4 લાખ રૂપિયા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર