Punjab Election Results 2022 LIVE Updates: પંજાબ વિધાનસભાની ચૂંટણીના (Punjab Election) પરિણામની ગણતરી થઈ રહી છે. વલણમાં આમ આદમી પાર્ટી પ્રચંડ (Aam Adami Party) બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આમ આદમી પાર્ટીને વલણમાં 90 કરતાં વધુ બેઠકો મળી રહી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સુનામી. આ જીત બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજકારણમાં ઝંપલાવવાના સંકેત આપ્યા છે. અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હી આપ મુખ્યાલયથી દેશને સંબોધન કરતા કહ્યું હતું કે આ અદ્ધુત ઈન્કલાબ છે. કેજરીવાલના ભાષણમાં આપના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશનો મોટો સંકેત મળ્યો
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 'પંજાબવાસીઓ તમે મોટો ઈન્કલાબ સર્જી દીધો છે. આ ક્રાંતિ આખા દેશમાં પ્રસારશે. તમે જાણતા નથી તમે કેવી કેવી તાકતોને હરાવી છે. આ લોકો દેશને 70 વર્ષથી લૂંટી રહ્યા છે. આપણે આ દેશ બદલવાનો છે. ભગતસિંઘ, બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નોનો દેશ બનાવવાનો છે. હું સમગ્ર દેશવાસીઓને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અપીલ કરું છું. બહેનો માતાઓ યુવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ ખેડૂતો, મજૂરો આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે તમને આમંત્રણ આપું છું'
કેજરીવાલે કહ્યું દેશમાં એવી સ્થિતિ છે કે મેડિકલ કોલેજોની સંખથ્યા પૂરતી નથી તેથી વિદ્યાર્થીઓને યુક્રેન જવું પડે છે. આપણે ભારતમાં એવી કોલેજો બનાવીશું કે લોકો યુક્રેનથી ભારત ભણવા માટે આવે. આપણે સ્કૂલો બનાવીશું. કોલેજો બનાવીશું.
ભગતસિંહે કહ્યું હતું આઝાદીથી નહીં ચાલે સિસ્ટમ બદલવી પડશે
કેજરીવાલે ભગતસિંહને યાદ કરતા કહ્યું કે ભગતસિંહ કહેતા હતા કે ફક્ત આઝાદી મળી જવાથી કામ નહીં ચાલે. આ અંગ્રેજોની સિસ્ટમ બદલવી પડશે.દેશમાં આઝાદી તો મળી ગઈ પરંતુ અંગ્રેજોની સિસ્ટમથી આઝાદી મળી નથી. આપણે ઈન્કલાબ કરવાનો છે. આ લોકો બધા ભેગા મળીને આપણને રોકશે પરંતુ જ્યારે આમ આદમી જાગી જાય છે ત્યારે લેવાના દેવા પડી જાય છે.
હું આજે તમામ લોકોને અપીલ કરું છું કે આપણે નફરતની રાજનીતિ કરવાની નથી. આપણે પ્રેમની ભાઈચારાની રાજનીતિ કરવાની છે. આપણે કોઈની સાથે ગેરવર્તણૂક કરવાની નથી. સૌને સાથે લઈને ભારતને નંબર વન બનાવવાનો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર