Punjab Election Results 2022: પંજાબની તમામ સીટોના ટ્રેન્ડ હવે આવી ગયા છે. જેમાં આમ આદમી પાર્ટી (Aam Admi Party)ને સ્પષ્ટ બહુમતી મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ સીએમ ચરણજીત ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ પોતાની સીટ પર પાછળ ચાલી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા હરપાલ સિંહ ચીમા (Harpal Singh Cheema) સતત ચર્ચામાં છે. જો પંજાબમાં આપની સરકાર (AAP Government) બને છે, તો ચીમાને ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે. ચૂંટણીના પરિણામો જાહેર થતા પહેલા ચીમાએ કહ્યું હતું કે, આપ (AAP) હવે પંજાબ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે અને એક્ઝિટ પોલ પર શંકા કરવાનું કોઈ કારણ નથી.
આપને જણાવી દઈએ કે, વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં હરપાલ સિંહ ચીમાએ અકાલી દળના ગુલઝાર સિંહ મૂનક અને કોંગ્રેસ નેતા અજૈબ સિંહ રોટલાનને હરાવીને આ સીટ જીતી હતી. હવે ફરી એકવાર તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,ચીમા વ્યવસાયે એક વકીલ છે.
ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા ચીમાએ વિપક્ષી પાર્ટીઓ પર પંજાબમાં આપને સત્તામાં આવવાથી રોકવા માટે હાથ મિલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કેપ્ટન અમરિંદર સિંહ અને સીએમ ચરણજીત સિંહ ચન્નીની બેઠક પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
હરપાલ સિંહ ચીમા પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા છે
તમને જણાવી દઈએ કે, આપના નેતા હરપાલ સિંહ ચીમા પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને સંગરુર જિલ્લાના દિરબા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. ચીમા વર્ષ 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં જોડાયા હતા. જે બાદ તેમણે 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં દિરબા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી.
" isDesktop="true" id="1187432" >
પ્રચંડ જીત સ્પષ્ટ બહુમત પાર
પ્રખ્યાત પંજાબી કબડ્ડી ખેલાડી ગુલઝાર સિંહ મૂનક સામે ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા હતા. વર્ષ 2017માં મૂનકે શિરોમણી અકાલી દળ (SAD)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
આ વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ ટ્રેન્ડમાં બહુમતનો આંકડો પાર કરીને પ્રચંડ લીડ મેળવી છે. કહી શકાય કે જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત જીત મેળવી હતી, તેવી જ જીત તે પંજાબમાં મેળવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર