Home /News /national-international /Punjab Election Results 2022: વિધાનસભા ચૂંટણી પરિણામ, પટિયાલાથી કેપ્ટન અમરિંદર સિંઘની હાર

Punjab Election Results 2022: વિધાનસભા ચૂંટણી પરિણામ, પટિયાલાથી કેપ્ટન અમરિંદર સિંઘની હાર

Punjab Assembly Election Result 2022 : પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ લાઇવ અપડેટ

Punjab Election Results 2022: જાણો પંજાબના એક્ઝિટપોલ મુજબ કોને કેટલી સીટ મળે છે, કેટલી બેઠકો પર કેવું થયું હતું મતદાન

Punjab Election Results 2022: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Assembly Election Result)ને હવે ગણતરી શરૂ થઈ ગઈ છે.   ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) પંજાબ (Punjab) ઉત્તરાખંડ (Uttrakhand) મણિપુર (Manipur) ગોવા (goa) રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો મોડી રાત સુધીમાં આવશે. વાત પંજાબ રાજ્યની કરવામાં આવે તો (Punjab Assembly Election Result) પંજાબમાં એક્ઝિટ પોલ (Punjab Exit Poll)માં આમ આદમી પાર્ટી (Aam adami Party AAP)ની સરકાર બની રહી છે. આપને રૂઝાનમાં 90 બેઠકો મળી રહી છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘની પટિયાલા બેઠક પરથી હાર થઈ છે.  તો સીએમ ચરણજીત સિંઘ ચન્ની પણ હારની કગાર પર છે. આ ઉપરાંત પૂર્વ સીએમ પ્રકાશસિંઘ બાદલ પણ હાર તરફ છે. આમ આદમી પાર્ટીની સુનામીમાં મોટા નેતાઓની હાર થઈ રહી છે.

Punjab Election Results 2022: ચૂંટણીનું મતદાન

પંજાબમાં 20મી ફેબ્રુઆરીએ 117 વિધાનસભાની બેઠકો માટે મતદાન થયું હતું. હાલમાં કોંગ્રેસની સરકાર સામે આમ આદમી પાર્ટી અને અકાલી દળ (Akali dal) અને બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ના ગઠબંધન (SAD)ની મુખ્ય ટક્કર હતી. તો કેપ્ટન અમરિંદર સિંઘ Amrinder Singh અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઠબંધનને પણ ખૂબ અપેક્ષાઓ હતી.
પંજાબમાં મતદાનની ટકાવારી કેટલી છે?

પંજાબનું વોટિંગ : પંજાબની તમામ 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેમાં 72 ટકા જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે સૌથી ઓછું મતદાન નોંધાયું છે. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 77.40 ટકા મતદાન થયું હતું, જ્યારે 2007માં તે 75.45 અને 2012માં 78.20 ટકા હતું. જો કે, 2002ની ચૂંટણીમાં મતદાન ખૂબ જ ઓછું હતું અને તે માત્ર 65.14 ટકા હતું.

પંજાબમાં કેટલા મતદારો છે?

રાજ્યમાં 81,33,930 પુરુષ મતદારો, 73,35,406 સ્ત્રી મતદારો અને 282 ત્રીજા લિંગના મતદારો નોંધાયેલા છે. રાજ્યની તમામ વિધાનસભા બેઠકોમાંથી મુક્તસર જિલ્લાની ગિદ્દરબાહા બેઠક પર સૌથી વધુ 84.93 ટકા મતદાન નોંધાયું હતું અને અમૃતસર પશ્ચિમ બેઠક પર સૌથી ઓછું 55.40 ટકા મતદાન નોંધાયું હતું.

કઈ સીટ પર મોટા ચહેરાઓ હતા ચૂંટણી મેદાનમાં?

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુ તેમની જૂની બેઠક અમૃતસર પૂર્વથી ચૂંટણી મેદાનમાં છે. સીએમ ચરણજીત ચન્ની પણ તેમની ચમકૌર સાહિબ અને ભદૌર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભગવંત માનને ધુરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યાં જ કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પટિયાલા અર્બન સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. ડ્રગ્સ કેસમાં ફસાયેલા બિક્રમ સિંહ મજીઠિયાએ નવજોત સિંહ સિદ્ધુના પડકારને ધ્યાનમાં લઈને અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી છે. બીજી તરફ SAD ચીફ સુખબીર બાદલ આ વખતે જલાલાબાદ સીટ પરથી ચૂંટણી લડ્યા છે.

આ પણ વાંચો : Punjab Exit Poll Result 2022: ટારગેટ મહાપોલ અનુસાર પંજાબમાં AAPનું વર્ચસ્વ, કોંગ્રેસ 26 સીટોમાં સમેટાઇ

ન્યૂઝ18ની મહાપોલમાં આમ આદમી પાર્ટી પંજાબમાં 71 બેઠકો મળવાનું અનુમાન, કોંગ્રેસને 26 બેઠકો

અત્યાર સુધી ન્યૂઝ18ના મહાપોલમાં કોંગ્રેસને પંજાબમાં 26 બેઠકો, AAPને પ્રચંડ બહુમતી સાથે 71 બેઠકો, અકાલી ગઠબંધનને 17 બેઠકો, ભાજપને 3 બેઠકો અને અન્યને 1 બેઠક મળી રહી છે.

પંજાબ ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામ 2022: Zee News-DesignBoxedના સર્વેમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી

પંજાબ ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામ 2022: Zee News- Designboxed દ્વારા સર્વેક્ષણ મુજબ

AAP 52-61

કોંગ્રેસ 26-33

ભાજપ ગઠબંધન 3-7

SAD એલાયન્સ 24-32

અન્ય 1-2

લાઈવ પંજાબ ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામ 2022: આજ તક- એક્સિસ સર્વેમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી

લાઇવ પંજાબ ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામ 2022: આજ તક - એક્સિસ સર્વે અનુસાર

AAP 76-90

કોંગ્રેસ 19-31

ભાજપ ગઠબંધન 1-4

SAD એલાયન્સ 7-11

અન્ય 0-2

TV9 ના સર્વેમાં AAPને 56-61 બેઠકો, કોંગ્રેસને 24-19 બેઠકો, SAD ગઠબંધનને 22-26 બેઠકો

TV9 ભારતવર્ષના સર્વેમાં AAPને 56-61 બેઠકો, કોંગ્રેસને 24-19 બેઠકો, અકાલી ગઠબંધનને 22-26 બેઠકો, ભાજપ અને PLCને 1-6 બેઠકો અને અન્યને 0-3 બેઠકો મળી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે.

Punjab Exit Poll Results: Aaj Tak-Axis એક્ઝિટ પોલ્સ પંજાબમાં AAPને 76-90 બેઠકો, કોંગ્રેસને 19-31 બેઠકો આપે છે

આજતક-એક્સિસ એક્ઝિટ પોલ્સ દર્શાવે છે કે AAP પંજાબમાં પ્રચંડ બહુમતી સાથે 76-90 બેઠકો મેળવે છે, જ્યારે કોંગ્રેસ 19-31 સુધી સંકુચિત થતી જણાય છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીને 0-4 બેઠકો મળતી જોવા મળી રહી છે.
" isDesktop="true" id="1187321" >

ઈન્ડિયા ટુડે મુજબ કોંગ્રેસ પંજાબમાં 28 ટકા, AAP 41 ટકા વોટ મળવાનું અનુમાન છે

Punjab Exit Poll Results: ઈન્ડિયા ટુડેના સર્વેમાં પંજાબમાં કોંગ્રેસને 28 ટકા અને AAPને 41 ટકા મત મળવાનો અંદાજ છે.

ABP-C મતદારોના સર્વેમાં પણ આમ આદમી પાર્ટી નંબર વન, કોંગ્રેસ બીજા નંબરે સરકી ગઈ

ABP-C મતદાર સર્વેક્ષણ મુજબ પંજાબમાં કોંગ્રેસને 22-28 બેઠકો, AAPને 51-61, BJP+ 07-13, SAD+ 20-16 અને અન્યને 01-05 બેઠકો મળી રહી છે.

Punjab Exit Poll Results: પંજાબ એક્ઝિટ પોલ્સમાં AAPની પ્રચંડ બહુમતી પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ CNN News18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે હું આમ આદમી પાર્ટીને કૉંગ્રેસના પ્રાકૃતિક અને રાષ્ટ્રીય વિકલ્પ તરીકે જોઈ રહ્યો છું.

AAP નેતા રાઘવ ચઢ્ઢાએ એક્ઝિટ પોલના પરિણામો પર કહ્યું કે પંજાબના લોકોએ સ્વચ્છ સરકાર માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. ચઢ્ઢાએ કહ્યું કે પંજાબીઓએ વર્ષોથી ચાલી આવતી કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળના શાસનને હટાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Assembly Election Result News: આવતીકાલે યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર સૌની નજર

પંજાબમાં કોંગ્રેસ ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)ના ચહેરા પર ચૂંટણી લડી રહી છે. બીજી તરફ તમામ સર્વે મુજબ જીતનો દાવો કરી રહેલી આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડીને ભાજપ સાથે મળીને પોતાની પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી, જ્યારે આ વખતે ભાજપે તેના જૂના સાથી શિરોમણી અકાલી દળનો ટેકો ન રાખીને ચૂંટણી લડી હતી.
First published:

Tags: Assembly Election Results, Assembly elections, Assembly elections 2022, Election Results 2022, Punjab Assembly Election-2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો