Punjab Election Results 2022: પંજાબ વિધાનસભાનો ગઢ જીત્યા બાદ કેજરીવાલની નજર શેના પર રહેશે? કેવી હશે AAPની રણનીતિ
Punjab Election Results 2022: પંજાબ વિધાનસભાનો ગઢ જીત્યા બાદ કેજરીવાલની નજર શેના પર રહેશે? કેવી હશે AAPની રણનીતિ
AAP Punjab : પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય રાજનીતિમાં શું રહેશે રણનીતિ
Punjab Election Results 2022 : દિલ્હી બાદ પહેલીવાર આમ આદમી પાર્ટીએ કોઈ રાજ્ય જીત્યુ, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય રાજકારણમાં આવશે? શું કેજરીવાલની નજર પીએમ પદ પર છે?
મને અંકગણિત સમજાતું નથી. હું એક વાત સમજું છું, મારે દેશને આગળ વધતો જોવો છે. સાત વર્ષમાં અમે સાબિત કર્યું કે દેશની શાળાઓ સુધારી શકાય છે, ગરીબી દૂર કરી શકાય છે, હોસ્પિટલો સુધારી શકાય છે, 24 કલાક વીજળી આપી શકાય છે અને દેશમાં સારા રસ્તાઓ સારા હોઈ શકે છે. 70 વર્ષમાં તેઓએ જાણીજોઈને આપણને પછાત રાખ્યા છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party, AAP)ના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની આ પ્રતિક્રિયા હતી. આ પ્રતિક્રિયા દરમ્યાન કેજરીવાલની જૂની છબી સામે આવી, જ્યારે આપની પ્રથમ ચૂંટણીમાં જ તેમણે 70માંથી 28 બેઠકો પર કબ્જો કર્યો હતો અને ત્રણ વખત કોંગ્રેજના દિગ્ગજ ગણાતા શીલા દિક્ષીતને માત આપી હતી.
જો કે વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કારમી હારનો સામનો કર્યા બાદ પણ કેજરીવાલે પોતાનો જુસ્સો ન ગુમાવ્યો, જેના પરિણામે આજે પંજાબમાં આમ આદમી પાર્ટીએ અદભૂત સફળતા હાંસલ કરી છે અને હવે આમ આદમી પાર્ટી ફક્ત દિલ્લીમાં કેન્દ્રીત ન રહી પોતાના વિસ્તરણ તરફ આગળ વધી રહી છે. મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે, જે 2 રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથેની સરકાર ધરાવે છે. એકવાત ચોક્કસથી કહી શકાય છે કે આ જીત હવે ભારતીય રાજનીતીના નકશામાં ચોક્કસથી બદલાવ લાવશે.
ચૂંટણી પ્રચાર
પંજાબ, ગોવા અને ઉત્તરાખંડના ત્રણ રાજ્યોમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ જગ્યાઓ પર એક જ સ્ટાઈલ શીટ અનુસરવામાં આવી હતી. હોર્ડિંગ્સ અને બેનરોથી લઈને પેમ્ફલેટ સુધી, ટાઉન હોલથી ઘરે-ઘરે, ઉમેદવારોની પસંદગીથી લઈને મુખ્યમંત્રીના ચહેરા સુધી દરેક પાસા પર પાર્ટીએ ધ્યાન આપ્યું છે.
ટૂંકમાં એવુ કહી શકાય કે આમ આદમી પાર્ટીનું કેમ્પેઈન સરળ હતું. તે પોતાના કોર્સ અને રોલઆઉટ પર ટકી રહ્યાં. જ્યારે કોંગ્રેસ દ્વારા ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે આગળ કરવામાં આવ્યા, ત્યારે પાર્ટી પર થોડા ચિંતાના વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. આ સાથે જ ચન્ની અને કેજરીવાલ વચ્ચે ટસલ પણ સામે આવી હતી. ગત વર્ષોમાં પોતાની ભૂલથી શીખી આપએ આ વખતે હોંશિયારીથી નિર્ણય લીધો અને જાણીતા ભગવંત માનના નામને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા.
કેજરીવાલના દિલ્લી ડેવલપમેન્ટ મોડલને કારણે પંજાબના લોકોએ કેજરીવાલ પર વિશ્વાસ મુક્યો. આ સાથે જ કેજરીવાલે આરોગ્ય, શિક્ષણ અને પાયાની જરૂરિયાતોને લઈને વચન આપ્યા અને એક મોકે કે લિયે એક મોકાનુ સૂત્ર પણ આપ્યું. કેજરીવાલે રોડ શો, રેલીઓ, ડોર-ટુ-ડોર, પ્રભાવશાળી વર્ગો અને ટાઉનહોલ સાથેની રેલીઓ પર પ્રતિબંધને ધ્યાનમાં રાખીને વિવિધ વર્ગો, ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને ઉદ્યોગપતિઓની બંધ બારણે બેઠકોને લક્ષ્યાંકિત કરીને મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. માને એવા વિસ્તારે પસંદ કર્યા, જ્યાં તેમની લોકપ્રિયતા વધુ હતી અને એક મોકો માનનો એવા નારા પણ બનાવ્યા. આ સાથે જ દિલ્લીના મનીશ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને પણ પંજાબમાં પાર્ટીનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો હતો.
સમર્થન
AAPને 2014થી પંજાબના લોકોનું ગુપ્ત સમર્થન હતું, જ્યારે તેણે તેની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ચાર બેઠકો જીતી હતી, તે તેના આધારે મજબૂત અને વિકાસ કરી શકી નથી. 2022માં માનને ઝુંબેશમાં મોટી ઉર્જા લાવવાની જવાબદારી સોંપવામાં આવી, જે તેમણે પૂર્ણ પણ કરી. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ સામે આવ્યા બાદ પ્રચાર, લોકપ્રિયતા, સ્વીકૃતિ, સ્વીકારને કારણે આપનો વોટ શેર પણ વધી ગયો.
CSDSના સંજય કુમારે કહ્યું કે, આ એક મોટી જીત છે. અન્ય તમામ પ્રાદેશિક પક્ષોની તેમની મર્યાદા છે. ટીએમસી પરિપક્વ થઈ રહી છે અને ત્રિપુરામાં ગંભીરતાથી ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પાર્ટી તેના રાજ્યની બહાર પોતાનો આધાર વિસ્તારવાનો પ્રયાસ કરી રહી હોય, પક્ષોએ ભૂતકાળમાં પણ પ્રયાસ કર્યા હતા પરંતુ નિષ્ફળ રહ્યા હતા.
ચૌધરીએ જણાવ્યું હતું કે આપ વિશેની ધારણા છે કે તે એક નવશીખી પાર્ટી છે. પંજાબની જીત એ સુનિશ્ચિત કરશે કે હવે કેજરીવાલને અલગ રીતે જોવામાં આવે, આપ એક એવી પાર્ટી છે જે ડિલિવરીમાં વિશ્વાસ રાખે છે અને ડિલિવરી કરી શકે છે અને આ યુવા, પ્રથમ વખતના મતદારોને આકર્ષી શકે છે, જેઓ લાગણી, સમુદાય અને જાતિ પર આધારિત રાજકારણથી કંટાળી ગયા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે આપ એવી પાર્ટી છે, જે સામાન્ય માણસના પ્રશ્નોને સમજી શકે છે.
બિગ પિક્ચર
રાષ્ટ્રીય મંચ પર AAPનો આ વિસ્ફોટ ખરેખર રાજકારણમાં એક દુર્લભ ક્ષણ છે. જો કે, મોટું ચિત્ર તરત જ બદલાશે નહીં. તેને બદલાતા પાંચથી સાત વર્ષ તો લાગી જ જશે. અનુભવી પોલિટીકલ વોચર્સનુ માનવું છે કે 2022માં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને 2024ની સેમી ફાઈનલ છે. “2024માં ચૂંટણીની અસર ચોક્કસથી જોવા મળશે. ભાજપ માટે કોંગ્રેસ હજી પણ એક પડકાર છે. આ સાથે જ અન્ય પાર્ટીઓ કોઈ સાથે ગઠબંધન ન કરી અને પોતાના એક અલગ પક્ષની સ્થાપના કરે તેની પણ સંભાવના છે.
આ તરફ ચૌધરી માને છે કે, કેજરીવાલ ખૂબ જ સમજદાર ખેલાડી છે, તેઓ ઉતાવળમાં કોઈ પગલું નહીં ભરે અને માત્ર દિલ્હી અને પંજાબ સાથે તેઓ કોઈપણ સંભવિત ભાજપ વિરોધી ગઠબંધનમાં નેતા બની શકતા નથી, તેમ છતાં અન્ય રાજકીય નેતાઓ તેમને હવે આદરથી જોશે.
આ અંગા વાત કરતા કુમારે કહ્યું કે આપ પાસે બઢત છે, જ્યારે ચૌધરી માનતા હતા કે કેજરીવાલનો ઉદય કોંગ્રેસના ભોગે થશે, આપ કોંગ્રેસને નબળી પાડશે. ચૌધરીએ કહ્યું, કેજરીવાલ કોંગ્રેસથી પોતાની જાતને થોડુ દૂર કરી રહ્યા છે, તેઓ હિંદુઓનો બિલકુલ વિરોધ નથી કરી રહ્યા, તે એક એવી પાર્ટી તરીકે સામે આવી રહ્યા છે, જે હિંદુ ભાવનાઓ અને સંવેદનાઓ પ્રત્યે સભાન છે.
જો કે આ વખતે પંજાબમાં આપ માટેના પરિણામો ખૂબ જ અસાધારણ રહ્યાં છે. પાર્ટીએ ગોવા, ઉત્તરાખંડ અને યૂપીમાં ખાસ પ્રદર્શન બતાવ્યું નથી. હવે કેજરીવાલ ફરીથી નવી રણનીતીઓ સાથે પોતાના ડ્રોઈંગ બોર્ડ પર પાછા ફરશે. તેમની રાજકીય કુશાગ્રતા અને પરિસ્થિતીઓનો સામનો કરવાની ક્ષમતા માટે જાણીતા કેજરીવાલ પહેલેથી જ આગળ જોઈ રહ્યા છે, કારણ કે AAP વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ સિંહના ગઢ એવા ગુજરાતમાં પ્રવેશવાની હિંમત કરી રહી છે, જેની માટે ખાસ વ્યૂબ રચનાની ચોક્કસથી જરૂર પડશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર