પંજાબ નગર નિગમ ચૂંટણી : અકાલી દળ અને બીજેપીના સુપડાં સાફ, રાજ્યમાં કોંગ્રેસનો ડંકો

પંજાબ નગર નિગમ ચૂંટણી : અકાલી દળ અને બીજેપીના સુપડાં સાફ, રાજ્યમાં કોંગ્રેસનો ડંકો
પંજાબ નગર નિગમ ચૂંટણી : અકાલી દળ અને બીજેપીના સુપડાં સાફ, રાજ્યમાં કોંગ્રેસનો ડંકો (MSBADAL Twitter/17 Feb 2021)

પાંચ દાયકામાં પ્રથમ વખત ભટિંડા નગર નિગમમાં કોંગ્રેસે જીત મેળવી

  • Share this:
    નવી દિલ્હી : કૃષિ કાનૂનોને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોના વિરોધની અસર પંજાબ નગર નિગમના પરિણામોમાં જોવા મળી છે. જ્યાં સત્તામાં રહેલી કોંગ્રેસે સાતમાંથી 6 નગર નિગમની સીટો પર જીત મેળવી છે. ભાજપા અને અકાલી દળના સુપડાં સાફ થઈ ગયા છે. કોંગ્રેસે પંજાબમાં ભટિંડા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, બટાલા અને પઠાનકોટ નગર નિગમમાં જીત મેળવી છે.

    સાતમાં નગર નિગમનું પરિણામ હજુ સુધી જાહેર થયું નથી. ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએ સરકાર સામે ચાલી રહેલા કિસાન આંદોલન દરમિયાન થયેલી આ ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે પ્રોત્સાહનથી કમ નથી. કોંગ્રેસની નજર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી ઉપર પણ છે.



    આ પણ વાંચો - જાસુસી એજન્સીઓનો ખુલાસો, ખેડૂત નેતાની હત્યા કરી શકે છે ખાલિસ્તાની આતંકી સંગઠન KCF

    વિવાદિત કેન્દ્રીય કૃષિ કાનૂનોને લઈને ખેડૂતોના વિરોધનો સામનો કરી રહેલી ભાજપા પણ ચૂંટણીમાં મેદાનમાં હતી. શિરોમણી અકાલી દળ વગર બે દશકમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. શિરોમણી અકાળી દળ એનડીએનું સૌથી જૂનુ સહયોગી હતું. જેણે કૃષિ કાનૂનોને લઈને ગઠબંધનનો સાથ છોડી દીધો છે.



    શિરોમણી અકાલી દળ, ભાજપા અને આમ આદમી પાર્ટીને નગર નિગમ ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું કે પ્રદેશની જનતાએ ભાજપા, અકાલી દળ અને આપની નકારાત્મક રાજનીતિને ફગાવી દીધી છે. અમે વિકાસના એજન્ડા પર ચૂંટણી લડી હતી.

    આ ચૂંટણીની ખાસ વાત એ રહી તે પાંચ દાયકામાં પ્રથમ વખત ભટિંડા નગર નિગમમાં કોંગ્રેસે જીત મેળવી છે. અહીં સત્તામાં રહેલા શિરોમણી અકાલી દળનો કારમો પરાજય થયો છે. 53 વર્ષમાં પ્રથમ વખત અહીં મેયર કોંગ્રેસની પાર્ટીનો બનશે.
    Published by:Ashish Goyal
    First published:February 17, 2021, 19:40 pm