Home /News /national-international /Punjab Election: PM મોદી 14, 16, 17 ફેબ્રુઆરીએ પંજાબમાં 3 ચૂંટણી રેલીઓને સંબોધશે

Punjab Election: PM મોદી 14, 16, 17 ફેબ્રુઆરીએ પંજાબમાં 3 ચૂંટણી રેલીઓને સંબોધશે

પંજાબમાં પીએમ મોદીની પ્રથમ વર્ચ્યુઅલ રેલીનો ફોટો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) NDAના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે 14, 16 અને 17 ફેબ્રુઆરીએ પંજાબ (Punjab Election)માં જાહેર સભાઓને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) NDAના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે 14, 16 અને 17 ફેબ્રુઆરીએ પંજાબ (Punjab Election)માં જાહેર સભાઓને સંબોધશે. આ અંતર્ગત માલવા, દોઆબા અને માઝા વિસ્તારને આવરી લેવામાં આવશે. ભાજપ (BJP)ના એક નેતાએ બુધવારે આ માહિતી આપી હતી. 117 સદસ્યોની પંજાબ વિધાનસભા (Punjab Assembly Election) માટે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રદેશ ભાજપ મહાસચિવ સુભાષ શર્માએ જણાવ્યું કે પંજાબમાં NDAના અભિયાનને આગળ વધારવા માટે પ્રધાનમંત્રી 14, 16 અને 17 ફેબ્રુઆરીએ ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે.

આ પણ વાંચો- Gujarat corona Update: રાજ્યમાં Coronaના 2560 વધુ 24 દર્દીનાં મોત

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ જાલંધરમાં પ્રથમ જાહેરસભાને, બીજી 16 ફેબ્રુઆરીએ પઠાણકોટમાં અને ત્રીજી 17 ફેબ્રુઆરીએ અબોહરમાં સંબોધિત કરશે. આ રીતે પ્રધાનમંત્રી રાજ્યના ત્રણેય પ્રદેશોને આવરી લેશે - દોઆબામાં જલંધર, માઝામાં પઠાણકોટ અને માલવામાં અબોહરને કવર કરી લેવાશે તેવું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો- Karnataka Hijab Controversy: પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ- તમારા કામથી કામ રાખો

શર્માએ દાવો કર્યો હતો કે,"વડાપ્રધાનની જાહેર સભાઓથી રાજ્યમાં રાજકીય વાતાવરણ બદલાશે અને ચૂંટણી લડી રહેલા તમામ NDA ઉમેદવારોનું મનોબળ વધશે." મોદીએ 8 ફેબ્રુઆરીએ ડિજિટલ માધ્યમથી રાજ્યમાં તેમની પ્રથમ રેલી કરી હતી.
First published:

Tags: 2022 Assembly elections, PM Narendra Mod, Punjab Election 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો