Punjab Election 2022: મતોનો ભંડાર છે ડેરા, રામ રહીમ પણ જેલની બહાર, જાણો આની ચૂંટણી પર શું પડશે અસર?
Punjab Election 2022: મતોનો ભંડાર છે ડેરા, રામ રહીમ પણ જેલની બહાર, જાણો આની ચૂંટણી પર શું પડશે અસર?
બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલા સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ ગુરમીત સિંહને 21 દિવસની પેરોલ મળી છે.
Dera chief Ram Rahim Gurmeet Singh: જેમ જેમ ચૂંટણી (election 2022)ઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના નેતાઓ આ ડેરાઓનું સમર્થન મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. પંજાબમાં 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ડેરા સચ્ચા સૌદાએ તેના અનુયાયીઓને કોંગ્રેસ (Congress) પક્ષને મત આપવા સૂચના આપી હતી. જેના પરિણામે શિરોમણી અકાલી દળના ઉમેદવારો અકાલીઓના ગઢ ગણાતા સ્થળોએથી ચૂંટણી હારી ગયા હતા.
બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલા સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ ગુરમીત સિંહ (Dera chief Ram Rahim Gurmeet Singh)ને 21 દિવસની પેરોલ મળી છે. એટલે કે હવે તે 28 ફેબ્રુઆરી સુધી જેલની બહાર રહેશે. હવે તેમને ફર્લો આપવાના સમય પર સવાલો ઉઠી રહ્યા છે. તેમની ફર્લોને પંજાબની ચૂંટણી (Punjab Election) સાથે જોડવામાં આવી રહી છે. ફર્લો એટલે કે તે 21 દિવસ સુધી સામાજિક જીવન જીવી શકશે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પંજાબની રાજનીતિમાં ડેરા સચ્ચા સૌદાની કેવી ભૂમિકા છે.
બીબીસી હિન્દીના અહેવાલ અનુસાર હરિયાણામાં 2014 અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીતમાં ડેરા સચ્ચા સૌદાની પણ મોટી ભૂમિકા હતી. આ બાબતે જાણકાર પ્રોફેસર ખાલિદના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં ભાજપે ડેરાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પંજાબમાં વધુ પ્રભાવ ધરાવતા ડેરાઓમાં ડેરા સચ્ચા સૌદા, રાધા સ્વામી સત્સંગ, ડેરા નૂરમહલ, ડેરા નિરંકારી, ડેરા સચખંડ બલ્લાન અને ડેરા નામધારીનો સમાવેશ થાય છે. ચંદીગઢ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશનના સંશોધન મુજબ, આ ડેરા પંજાબની કુલ 117 બેઠકોમાંથી 56 બેઠકો પર અસરકારક છે અને તેમાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે.
જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના નેતાઓ આ ડેરાઓનું સમર્થન મેળવવા માટે સ્પર્ધા થવા લાગે છે. પંજાબમાં 2007ની વિધાનસભાની ચૂંટણીમાં, ડેરા સચ્ચા સૌદાએ તેના અનુયાયીઓને કોંગ્રેસ પક્ષને મત આપવા સૂચના આપી હતી. જેન પરિણામે શિરોમણી અકાલી દળના ઉમેદવારો અકાલીઓના ગઢ ગણાતા સ્થળો પરથી ચૂંટણી હારી ગયા હતા. પરંતુ તેમ છતાં શિરોમણી અકાલી દળ પંજાબમાં ભાજપ સાથે સરકાર બનાવવામાં સફળ રહ્યું અને ડેરા સચ્ચા સૌદા સાથે તેના સંબંધોમાં તિરાડ પડી ગઇ. 2007ની ચૂંટણીમાં અકાલી દળને 48 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. પરંતુ અકાલી દળની ચૂંટણી પાર્ટનર બીજેપીને મળેલી 19 સીટોના કારમે અકાલી દળને સરકાર બનાવવામાં કોઈ સમસ્યા આવી ન હતી.
2012ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કેપ્ટન અમરિંદર સિંહ ડેરા સચ્ચા સૌદાનું સમર્થન મેળવવા ગુરમીત રામ રહીમને મળ્યા હતા. પરંતુ તે વર્ષે ડેરાએ ખુલ્લેઆમ કોઈપણ પક્ષને સમર્થન જાહેર કર્યું ન હતું. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ડેરા અકાલી દળ સાથે પોતાના બગડેલા સંબંધો સુધારવા માંગતો હતો, તેથી તેણે અકાલી ઉમેદવારોને સમર્થન આપ્યું. આ ચૂંટણીમાં અકાલી દળે તેના અગાઉના પ્રદર્શનમાં સુધારો કરતા 56 બેઠકો જીતી હતી.
અકાલી દળને 2017માં મળ્યું સમર્થન
બે વર્ષ બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ડેરા સચ્ચા સૌદાએ ભટિંડાથી અકાલી દળના ઉમેદવાર હરસિમરત કૌર બાદલની જીત સુનિશ્ચિત કરવામાં ભૂમિકા ભજવી હતી. વર્ષ 2014માં જ ડેરા સચ્ચા સૌદાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું અને તેમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. હરિયાણા વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિરસામાં એક રેલીમાં ગુરમીત રામ રહીમનું સન્માન કર્યું હતું. નિષ્ણાતો માને છે કે 2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ ડેરા સચ્ચા સૌદાએ અકાલી દળને હોશિયારીથી સમર્થન આપ્યું હતું, જેના કારણે અકાલી ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા છતાં 25 ટકા વોટ-શેર જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર