Home /News /national-international /

punjab election 2022: હરિયાણાના સોનીપતમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ, પંજાબમાં હત્યાઓ કરવાનો મળ્યો હતો ટાસ્ક

punjab election 2022: હરિયાણાના સોનીપતમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ, પંજાબમાં હત્યાઓ કરવાનો મળ્યો હતો ટાસ્ક

આ ત્રણેય આતંકવાદી સંગઠનોના આકાઓના કહેવા પર પંજાબમાં ચૂંટણી માહોલ બગાડવા માટે કામ કરતા હતા

Assembly Elections 2022 - પંજાબમાં ચૂંટણી પહેલા માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર હતું, જે પોલીસે નિષ્ફળ બનાવ્યું

    સોનીપત : દેશમાં 5 રાજ્યોમાં ચૂંટણી (Assembly Elections 2022) યોજાઇ રહી છે. પંજાબમાં રવિવારને 20 ફેબ્રુઆરીએ મતદાન (punjab election 2022)થવાનું છે. આ પહેલા પંજાબ પોલીસની એક સૂચના પર સોનીપત પોલીસે (sonipat)આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા સોનીપતના ગામ જુઆમાં રહેતા ત્રણ આંતકવાદીઓની (khalistani terrorists)ધરપકડ કરી છે. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર પકડાયા છે. આ ત્રણેય આતંકવાદી સંગઠનોના આકાઓના કહેવા પર પંજાબમાં ચૂંટણી માહોલ બગાડવા માટે કામ કરતા હતા. ત્રણેયના નામ સાગર ઉર્ફે બિન્ની, સુનીલ ઉર્ફ પહેલવાન, જતિન ઉર્ફ રાજેશ છે.

    ત્રણેયએ 8 ડિસેમ્બરે પંજાબના રોપડમાં અવતાર સિંહ નામના એક વ્યક્તિની હત્યા કરી હતી. તેઓ મોહાલીમાં એક હત્યા કરવાના હતા. તમને જણાવી દઈએ કે આ ત્રણેય યુવક સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં આવ્યા હતા.

    આ પણ વાંચો - Jammu Kashmir: શોપિયાના ચેરમાર્ગ એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, 2 જવાન શહીદ

    ખાતામાં આતંકી સંગઠનોએ મોકલાવ્યા રૂપિયા

    ત્રણેય યુવકો સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઇગર ફોર્સ અને ઇન્ટરનેશનલ શીખ ફોર્સ સાથે જોડાયા હતા. ત્રણેયને કેનેડા, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી જોડાયેલા આતંકવાદી સંગઠનો પાસેથી પંજાબમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં માહોલ બગાડવા માટે ઘણી હત્યાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

    પોલીસના મતે ત્રણેય કબુલાત કરી છે કે ખાતામાં આતંકવાદી સંગઠનોએ 5 થી 7 લાખ રૂપિયા મોકલાવ્યા છે. પંજાબના રોપડ અને મોહાલીમાં ત્રણેયને હથિયારોની સપ્લાઇ સોશિયલ મીડિયા દ્વારા થઇ હતી.

    આ પણ વાંચો - મારું ગુરુદ્વારમાંથી તાલિબાને અપહરણ કરી લીધું હતું, પીએમ મોદીને મળીને અફઘાનના શીખ-હિન્દુએ સંભળાવી આપવીતી

    રોપડમાં અવતાર સિંહની ગોળી મારી કરી હત્યા

    સાગર, સુનીલ અને જતિનના ચાર આતંકી સંગઠન ગુરજંટ સિંહ, અર્શદીપ સિંહ, લખબીર સિંહ રોડે અને હરદીપ સિંહ નજીરના સંપર્કમાં હતા. આ ત્રણેય સોશિયલ મીડિયા દ્વારા પંજાબમાં ચૂંટણી માહોલ બગાડવાનું કામ કરી રહ્યા હતા. 8 ડિસેમ્બરે પંજાબના રોપડમાં અવતાર સિંહ નામના એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી હતી.

    UAPA અંતર્ગત કેસ નોંધાયો

    UAPA અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સોનીપત એસપી રાહુલ શર્માના મતે આ ત્રણેય સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠનોની જાળમાં ફસાયા હતા. સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠનો સાથે વાત કરતા હતા. તેમના બેંક એકાઉન્ટમાં વિદેશોથી ઘણા લાખો રૂપિયા મોકલવામાં આવ્યા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, Elections 2022

    આગામી સમાચાર