Home /News /national-international /

Punjab Election 2022: અમિત શાહનો ચન્ની પર પ્રહાર, કહ્યું- પંજાબને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ

Punjab Election 2022: અમિત શાહનો ચન્ની પર પ્રહાર, કહ્યું- પંજાબને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ

લુધિયાણામાં ગૃહ મંત્રી અમિત શાહે (amit shah)એક જનસભા સંબોધી

Assembly Elections 2022 - અમિત શાહે કહ્યું- અમે પીએમ મોદીના નેતૃત્વમાં ડ્રગ્સ સામે એક ઘણું મોટું અભિયાન ચલાવ્યું છે. ભારત સરકારે 2021 અને 2022માં એટલી ડ્રગ્સ પકડી છે જેટલી છેલ્લા 10 વર્ષમાં પકડાઇ નથી

    લુધિયાણા : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab Election 2022) બીજેપીના (BJP)પ્રચાર અભિયાનને ધાર આપતા લુધિયાણામાં ગૃહ મંત્રી અમિત શાહે (amit shah)એક જનસભામાં સીએમ ચરણજીત સિંહ ચન્ની પર જોરદાર પ્રહાર કર્યો હતો. અમિત શાહે કહ્યું કે ચન્ની સાહેબ તમે ફરીથી સરકાર બનાવવાના સપના જોઈ રહ્યા છો. જે આદમી દેશના પ્રધાનમંત્રીનો રુટ સુરક્ષિત ના રાખી શકે તે પંજાબને (Punjab)સુરક્ષિત રાખી શકે? ચન્ની જી તમને એક સેકન્ડ પણ શાસન કરવાનો અધિકાર નથી.

    અમિત શાહે કહ્યું કે આજે પંજાબની ચૂંટણીમાં (Assembly Elections 2022) આ મારી પ્રથમ રેલી છે. જ્યારે હું ગુજરાતમાં કામ કરતો હતો કે સમયે પણ પંજાબના વીરો વિષે સાંભળી છાતી ગર્વથી ફૂલી જતી હતી. અમિત શાહે રાજ્યના સ્વાભિમાનને હવા આપતા કહ્યું કે પંજાબ હિન્દુસ્તાનનું જીગર છે, પંજાબ વગર દેશનું સન્માન નથી. જ્યારે દેશમાં ભૂખ હતી ત્યારે દેશનું પેટ ભરવાનું કામ કર્યું.

    લુધિયાણાના સ્થાનીય સાઇકલ ઉદ્યોગની ચર્ચા કરતા અમિત શાહે કહ્યું કે તમે અમારા ત્રણેય ઘટક દળોને જીતાડવાનું કામ કરો, અમે લુધિયાણાની સાઇકલને આખી દુનિયામાં ફેરવવાનું કામ કરીશું. NDA નું ઘોષણાપત્ર પંજાબની સામે છે. હું ત્રણ જ મુદ્દા પર વધારે વાત કરવા માંગું છું. પંજાબ દેશનું સરહદી રાજ્ય છે જેથી સુરક્ષા પર વાત કરવા માંગું છું, નશા પર વાત કરવા માંગું છું અને ખેડૂતોની સમસ્યામાં ક્રોપ પેટર્ન ચેન્જિંગની વાત કરવા માંગું છું.

    આ પણ વાંચો - Pakistani pilgrims: પાકિસ્તાની તીર્થયાત્રીઓ માટે અમૃતસરથી અજમેર શરીફ સુધી નવી ટ્રેન ચલાવવામાં આવશે

    અમિત શાહે રેલીમાં ઉપસ્થિત લોકોને પૂછ્યું કે શું ચન્ની જીના નેતૃત્વમાં પંજાબ સુરક્ષિત હોઈ શકે છે? બીજી તરફ કેજરીવાલ છે. જો તેમની સરકાર આવી તો ફરીથી અપરાધીઓને વધારવાનું કામ કરશે. પહેલા જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી તો પાકિસ્તાનથી આતંકી આવતા હતા અને આપણા સૈનિકોના માથા કાપીને લઇ જતા હતા. અમારી સરકાર આવી તો જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો તો અમે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને હુમલો કર્યો હતો. આજે સુરક્ષા બળોમાં પંજાબના દરેક પરિવારનો સભ્ય છે. તેમની એક જ માંગ હતી - વન રેંક વન પેન્શન. અમે તેમની માંગણી પુરી કરી છે. અમે ડિફેન્સ માટે બજેટ વધારવાનું કામ કર્યું છે.

    અમિત શાહે કહ્યું કે અમે પીએમ મોદીના નેતૃત્વમાં ડ્રગ્સ સામે એક ઘણું મોટું અભિયાન ચલાવ્યું છે. ભારત સરકારે 2021 અને 2022માં એટલી ડ્રગ્સ પકડી છે જેટલી છેલ્લા 10 વર્ષમાં પકડાઇ નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, Elections 2022

    આગામી સમાચાર