પંજાબમાં વધી રહેલ ડ્રગ્સના બિઝનેસને લઈને રાજ્ય સરકાર સતત કડક નિર્ણય લઈ રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહની આગેવાની હેઠળ થયેલ પંજાબ કેબિનેટની બેઠકમાં ડ્રગ્સના માફીયા અને પેડલિંગ કરનારાઓને મોતની સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે સરકાર તરફથી કેન્દ્ર સરકારને ઔપચારિક પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે જણાવ્યું, અમે કેન્દ્ર સરકારને આના માટે પ્રસ્તાવ પણ મોકલ્યું છે. અમરિન્દર સિંહે કહ્યું, નશાના કારણે પંજાબના યુવાન આના શિકાર બની રહ્યાં છે. નશા આવનારી પેઢીઓને ખુબ જ ખરાબ રીતે બર્બાદ કરી દેશે, તેથી અમે નશાના બિઝનેસને મૂળમાંથી ખત્મ કરવા માટે આનાથી જોડાયેલા માફીયાઓ ફાંસીની સજા આપવાની માંગનું સમર્થન કર્યું છે.
જણાવી દઈએ કે, ડ્રગ્સને લઈને પંજાબ સરકાર કડક વલણ અપનાવી રહી છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કેટલાક દિવસ પહેલા દાવો કર્યો હતો કે, પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરનાર સૌથી મોટા માફીયાની જાણકારી મેળવી લેવામાં આવી છે. તે સમય દાવો કરવામાં આવ્યો હતો કે, ડ્રગ્સ તસ્કર હાલમાં હોંગકોંગની જેલમાં બંધ છે અને ત્યાંથી જ પંજાબમાં નશાનો બિઝનેસ ચલાવી રહ્યો છે. આને લઈને પંજાબે સરકારે હવે નિર્ણય લીધો છે કે, ડ્રગ્સ માફીયાઓ અને મોટા બિઝનેસ મેનો વિરૂદ્ધ સરકાર ડેથ પેનલ્ટીની જોગવાઈ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર