Home /News /national-international /Punjab Crisis: મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું- પાર્ટી છે સર્વોચ્ચ, સિદ્ધુ સાથે બેસીને ઉકેલી લઇશું મુદ્દો

Punjab Crisis: મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું- પાર્ટી છે સર્વોચ્ચ, સિદ્ધુ સાથે બેસીને ઉકેલી લઇશું મુદ્દો

પાર્ટીએ સિદ્ધુને મનાવવાની જવાબદારી મુખ્યમંત્રી ચન્નીને સોંપી છે

Navjot Singh Sidhu Resign: સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ હાઇકમાન્ડ સિદ્ધુના વલણથી નારાજ છે અને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ આ મુદ્દા પર સખત નિર્ણય લઇ શકે છે

ચંદીગઢ : પંજાબ (Punjab) કોંગ્રેસના (Congress)અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા (navjot singh sidhu resigns)વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi)કેબિનેટ બેઠક બોલાવી હતી. બેઠક પછી સીએમ ચન્નીએ કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ (navjot singh sidhu)સાથે બેઠક કરીને સમસ્યા ઉકેલી લઇશું. તમને જણાવી દઈએ કે પાર્ટીએ સિદ્ધુને મનાવવાની જવાબદારી મુખ્યમંત્રી ચન્નીને સોંપી છે. બીજી તરફ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ હાઇકમાન્ડ સિદ્ધુના વલણથી નારાજ છે અને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ આ મુદ્દા પર સખત નિર્ણય લઇ શકે છે. આ દરમિયાન પાર્ટીના પંજાબ પ્રભારી હરીશ રાવતનો ચંદીગઢનો પ્રવાસ રોકી દેવામાં આવ્યો છે. તે રાજનીતિક હલચલ વચ્ચે ચંદીગઢ જશે નહીં.

કોંગ્રેસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે પાર્ટી હાઇકમાન્ડે હજુ સુધી સિદ્ધુ સાથે વાત કરી નથી અને તેમનું રાજીનામું પણ સ્વીકાર કર્યું નથી. પાર્ટી સિદ્ધુને ટાઇમ આપવા માંગે છે પણ તે તૈયાર નહીં થાય તો પાર્ટી આકરો નિર્ણય કરી શકે છે. સાથે તે મંત્રીઓ સામે પણ એક્શન લઇ શકે છે જે મુખ્યમંત્રી ચન્નીએ બોલાવેલી બેઠકમાં પહોંચ્યા ન હતા.

આ પણ વાંચો - નવજોત સિંહ સિદ્ધુએ કેમ છોડી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદની ખુરશી, જાણો કારણ

પાર્ટી અધ્યક્ષ પરિવારનો મુખિયા- સીએમ ચન્ની

કેબિનેટ બેઠક પછી સીએમ ચન્નીએ કહ્યું કે જે કોઇપણ પાર્ટી અધ્યક્ષ હોય છે તે પરિવારનો મુખિયા હોય છે. મેં તેમને (નવજોત સિંહ સિદ્ધુ) ફોન કર્યો હતો. તેમને કહ્યું કે પાર્ટી સર્વોચ્ચ છે. તેમણે કહ્યું કે વાતચીતથી આ મુદ્દાનો ઉકેલી લાવી દઇશું.

સીએમ ચન્નીએ કહ્યું કે પંજાબ સરકાર તે 53 લાખ ઘરોના લાઇટ બિલ ભરશે. 75-80% ગ્રાહકોના 2 કિલોવોટ શ્રેણી અંતર્ગત આવે છે. કાપેલા લાઇટ બિલને ફરી જોડવામાં આવશે. સરકાર જે 53 લાખ ઘરોના લાઇટ ભરશે તેની કુલ કિંમત લગભગ 1200 કરોડની આસપાસ છે.
" isDesktop="true" id="1137521" >

રાજીનામાં સિદ્ધુએ શું કહ્યું

સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલાવેલા પોતાના રાજીનામાં લખ્યું કે એક આદમીના ચરિત્રનું પતન સમજુતીથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને ભલાઇ સાથે ક્યારેય સમજુતી કરી શકીશ નહીં. આવામાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.

18 સપ્ટેમ્બરે અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી ચરણજીત સિંહ ચન્ની કોંગ્રસ વિધાયક દળના નેતા બન્યા હતા અને 20 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી સિદ્ધુનું આ પગલું ઘણું ચોંકાવનારું બતાવવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Charanjit singh Channi, Navjot Singh Sidhu, Punjab Congress, કોંગ્રેસ, પંજાબ