માની લેવામાં આવી બધી માંગણી, શું સિદ્ધુ પંજાબ કોંગ્રેસ વિવાદના વિજેતા છે?
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને સિદ્ધુ વચ્ચે બેઠક થઇ હતી (ફાઇલ ફોટો)
Punjab Congress Updates- પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે લાંબી બેઠક પછી સ્પષ્ટ થઇ ગયું છે કે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા રહેશે
નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)સાથે લાંબી બેઠક પછી સ્પષ્ટ થઇ ગયું છે કે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu)રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા રહેશે. આ પછી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress)વિવાદ હવે ખતમ થાય તેમ લાગી રહ્યું છે. ન્યૂઝ 18ને સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે નવજોત સિંહ સિદ્ધુની બધી માંગણી માની લેવામાં આવી છે.
ચન્ની-સિદ્ધુ બેઠકના ભાગ રહેલા ધારાસભ્ય ગુરદીપે પત્રકારોને કહ્યું કે સિદ્ધુ રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા રહેવા માટે માની ગયા છે. તે રાજીનામું પાછું લેશે. ચંદીગઢના પંજાબ ભવનમાં આ બેઠક થઇ હતી. એક દિવસ પહેલા જ સીએમ ચન્નીએ સિદ્ધુને મુદ્દાને હલ કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. હવે બંને નેતાઓ વચ્ચે બેઠક થઇ છે.
આ બેઠક પહેલા સિદ્ધુએ પંજાબના નવા ડીજીપી પર પ્રહારો કર્યા છે. સિદ્ધુએ કહ્યું કે ડીજીપીએ ગુરુગ્રંથ સાહેબના અપમાન મામલામાં બે શીખ યુવકોને જાણી જોઈને ફસાવ્યા છે અને બાદલ પરિવારને ક્લિનચીટ આપી છે. આ ઘટના 2015માં ફરીદકોટમાં થઇ હતી. આ મામલાની તપાસ બાદલ સરકારે એસઆઈટીને આપી હતી જેના મુખિયા વર્તમાન ડીજીપી ઇકબાલ સિંહ પ્રિત સહોટા હતા. સહોટાને સીએમ ચરણજીત સિંહ ચન્ની તરફથી રાજ્ય ડીજીપીનો અતિરિક્ત પ્રભાર આપવામાં આવ્યો છે. આ પછી સિદ્ધુએ રાજીનામું આપ્યું હતું અને અપોઇમેન્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી.
નવજોત સિદ્ધુ કેપ્ટન અમરિંદરને પણ પદથી હટાવવા સફળ રહ્યા
આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહ સાથેના વિવાદમાં પણ સિદ્ધુની જીત થઇ હતી. કેપ્ટન હવે કોંગ્રેસ પાર્ટી છોડી ચૂક્યા છે. સીએમ ચિન્ની સાથે વિવાદમાં પણ સિદ્ધુની જીત થતી જોવા મળી રહી છે. થોડાક મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. હવે સિદ્ધુના ખભા પર એ જવાબદારી રહેશે કે ટોપ લીડરશિપ દ્વારા બતાવેલા વિશ્વાસને તે સાબિત કરી બતાવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર