Punjab Congress Updates : કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના સીએમ પદેથી રાજીનામું આપ્યું

કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના સીએમ પદેથી રાજીનામું આપ્યું

Punjab Congress Crisis Updates : સૂત્રોના હવાલાથી ખબર છે કે વિધાયક દળની બેઠકમાં નવા નેતા પસંદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે

  • Share this:
    Punjab Congress Crisis LIVE Updates : પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં (Punjab Congress )મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (captain amrinder singh)અને પાર્ટી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ( navjot singh sidhu)વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ શનિવારે કોંગ્રેસ વિધાયક દળની બેઠક બોલાવી છે. આ બેઠક પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજીનામું આપ્યું છે. તેમણે  રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું આપ્યું છે. સૂત્રોના મતે કેપ્ટનના રાજીનામા પછી પંજાબમાં સીએમ પદની રેસમાં સુનીલ જાખડ, સુખજિંદર રંધાવા અને પ્રતાપ સિંહ બાજવાનું નામ સૌથી આગળ છે.

    સૂત્રોના હવાલાથી ખબર છે કે વિધાયક દળની બેઠકમાં નવા નેતા પસંદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના મતે નવજોત સિંહ સિદ્ધુ કે સુનીલ જાખડમાંથી કોઇ એક વિધાયક દળના નવા નેતા બની શકે છે. હાઇકમાન્ડને વિશ્વાસ છે કે કેપ્ટન અમરિંદર સિંહ વિધાયક દળની બેઠકમાં બહુમત ધારાસભ્યોના નિર્ણયનું સન્માન કરશે.

    સૂત્રોના મતે મુખ્યમંત્રી કેપ્ટન અરમરિંદર સિંહે કોંગ્રેસ હાઇકમાન્ડ અને કમલનાથ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જો આજે વિવાદ ખતમ ના કરવામાં આવ્યો તો હું રાજીનામું આપી દઇશ. સૂત્રોના હવાલાથી ખબર છે કે કેપ્ટને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો મુખ્યમંત્રી પદથી હટાવવામાં આવશે તો પાર્ટીમાંથી રાજીનામું આપી દઇશ.

    આ પણ વાંચો - PM Modi Birthday Updates: પીએમ મોદીના બર્થ ડે પર દેશમાં વેક્સીનેશનનો વર્લ્ડ રેકોર્ડ, 2 કરોડથી વધારે લોકોને આપવામાં આવી કોરોના વેક્સીન

    સૂત્રોના મતે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્વારા તેમને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ વિધાયક દળની બેઠક બોલાવવા પર વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું કે જો આવી જ રીતે પાર્ટીમાં તેમને સાઇડલાઇન કરવામાં આવશે તો તે સીએમ પદ પર બની રહેવા ઇચ્છુક નથી.

    સૂત્રોના મતે કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબના નિરીક્ષકોને નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં ચાલી રહેલા વિવાદને ખતમ કરવામાં હવે મોડું કરવું જોઈએ નહીં. વિધાયક દળની બેઠકમાં જે પક્ષમાં બહુમત હશે તે જ રાજ્યની આગેવાની સંભાળશે. કેપ્ટન પાસે બહુમત નહીં હોય તો બદલવાનો નિર્ણય તરત લઇ લેવામાં આવશે. નવો ચહેરો પણ બહુમતના આધારે હશે. હાઇકમાન્ડની કોઇ પસંદ કે નાપસંદ નથી.
    Published by:Ashish Goyal
    First published: